Viral : દરવાજો ખોલવા વાંદરાએ લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યું “યે તો બડા સ્માર્ટ નિકલા”

|

Jan 20, 2022 | 3:37 PM

તાજેતરમાં વાંદરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં વાંદરો જે રીતે દિમાગથી કામ લે છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral : દરવાજો ખોલવા વાંદરાએ લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યું યે તો બડા સ્માર્ટ નિકલા
Monkey video goes viral

Follow us on

Viral Video: એવું કહેવાય છે કે માણસ એક સમયે વાનર હતો. પછી ધીરે ધીરે તેનો વિકાસ થયો અને પછીથી આ વાંદરાઓ (Monkey) માનવ બન્યા. આ જ કારણ છે કે વાંદરાઓને મનુષ્યના પૂર્વજ કહેવામાં આવે છે. ક્યારેક આ વાંદરાઓ એવી હરકત કરે છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે કદાચ તેઓ આપણા પૂર્વજો હતા. સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વાંદરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાંદરો જે રીતે દિમાગથી કામ લે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

વાંદરાએ દરવાજો ખોલવા કંઈક આવુ કર્યુ

વાયરલ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે જંગલમાં લોખંડના દરવાજા જેવું કંઈક જોવા મળી રહ્યુ છે. તેની આસપાસ ઘણા વાંદરાઓ જોવા મળે છે. આ લોખંડના દરવાજા પર એક વાંદરો કંઈક કરતો જોવા મળે છે. બીજી જ ક્ષણે તમે સમજી શકશો કે દરવાજા પર કોયડા જેવી વસ્તુ છે. જેમાંથી બોલ દૂર કરવાનો હોય છે. વીડિયોમાં વાંદરો જે રીતે આ કોયડાને ઉકેલી રહ્યો છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

ઈન્સ્ટાગ્રામ પર monkeyvidz નામના એકાઉન્ટ પરથી આ રમુજી વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વાંદરાનો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે આજે કન્ફર્મ થઈ ગયુ કે વાંદરાઓ આપણ પૂર્વજ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે શું દિમાગ લગાવ્યુ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Funny Video: ‘પુષ્પા’ ફિલ્મના સોંગ પર મરઘીએ માર્યા ઠુમકા, જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Next Article