Viral: વાંદરાએ બકરીના શિંગડાને બનાવ્યો ઝુલો, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

|

Mar 06, 2022 | 7:58 AM

વાંદરાના તોફાન કરતા ઘણા (Monkey Viral Video) વીડિયો જોયા જ હશે. પરંતુ આ વીડિયો થોડો અલગ છે અને તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે. ત્યારે લોકોને આ ફની વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

Viral: વાંદરાએ બકરીના શિંગડાને બનાવ્યો ઝુલો, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
Monkey Viral Video (Image Credit Source: Twitter)

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર પ્રાણીઓની લાખો તસવીરો અને વીડિયો છે. પ્રાણીઓના કેટલાક વીડિયો એટલા ફની અને ક્યૂટ હોય છે કે તેને જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો. ખાસ કરીને વાંદરાઓના રમુજી વીડિયો, વાંદરાઓ તોફાની પ્રાણી ગણાય છે કારણ કે તેઓ જંગલના બાકીના પ્રાણીઓને પરેશાન કરે છે. ફની હોવાના કારણે તેમના વીડિયોને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. બાય ધ વે, તમે વાંદરાના તોફાન વિશે ઘણા (Monkey Viral Video) વીડિયો જોયા જ હશે. પરંતુ આ વીડિયો થોડો અલગ છે અને તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ જગ્યાએ એક વાંદરો આવીને બકરીના શિંગડા સાથે લટકાય છે, ત્યાર બાદ તે બકરીના શિંગડાને પકડીને તેના પર ઝૂલવા લાગે છે અને વીડિયોના અંતે તે બકરીની માથા ઉપર ચઢી જાય છે. વાંદરાનો આ કલાબાજીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

9 સેકન્ડનો આ ચોંકાવનારો વીડિયો @DoctorAjayita નામના યુઝરે શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 35 હજારથી વધુ વ્યૂઝ અને 2400 લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘આ વાંદરો ખરેખર મોટો તોફાની છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘બકરી ખૂબ જ શાંત લાગે છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘વાંદરાની સ્વેગ ખરેખર જોવા લાયક છે.’ આ સિવાય ઘણા બધા યુઝર્સે ફની કમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: Photos: વારાણસીમાં જ્યારે અડધી રાત્રે ચાની દુકાન પર પહોંચી ગયા વડાપ્રધાન મોદી, બનારસી પાનનો માણ્યો સ્વાદ

આ પણ વાંચો: Ahmedabad: હોળી-ધૂળેટીના તહેવારને લઈ ખાણીપીણીના એકમો પર આરોગ્ય વિભાગની તવાઈ

Next Article