OMG ! પાણીની પાઇપલાઇનમાંથી નીકળવા લાગ્યા રૂપિયા, વીડિયો જોઇ યૂઝર્સ ચોંક્યા

|

Nov 25, 2021 | 7:48 AM

આ વીડિયોને અત્યાર સુધીમાં 95.6k લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે આના પર હજારો કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. લોકોએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને જોરદાર રીતે શેર કર્યો છે.

OMG ! પાણીની પાઇપલાઇનમાંથી નીકળવા લાગ્યા રૂપિયા, વીડિયો જોઇ યૂઝર્સ ચોંક્યા
#PipelineMoney

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર આવા વીડિયો (Viral Video) જોવા મળે છે, જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. સામાન્ય રીતે તમે બધાએ પાઈપલાઈનમાંથી (Pipeline) પાણી નીકળતું જોયું જ હશે, પરંતુ હવે જે સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. જરા વિચારો જો પાણીને બદલે પાઇપલાઇનમાંથી (Money from Pipeline) પૈસા નીકળવા લાગે તો શું થશે ?

હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાઈપમાંથી પૈસા નીકળવા લાગ્યા છે.આ વીડિયો જોયા પછી ઘણા લોકો મુંઝવણમાં છે અને શંકા કરી રહ્યા છે કે આ વીડિયોમાં કેટલું સત્ય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ વીડિયોનું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાસ્તવમાં, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ બુધવારે કર્ણાટક સરકારના 15 અધિકારીઓ સામે અપ્રમાણસર સંપત્તિના કેસમાં દરોડા પાડ્યા હતા. 15 અધિકારીઓના 60 સ્થળો પર આ દરોડામાં ઘણું સોનું, રોકડ અને સંપત્તિના કાગળો મળી આવ્યા છે. જે જોઈને દરેકને આશ્ચર્ય થયો છે. આ દરોડા દરમિયાન પાઇપલાઇનમાંથી પૈસા નીકળવા લાગ્યા. પાઈપલાઈનમાંથી આટલા પૈસા નીકળતા જોઈને તમામ અધિકારીઓ અને હાજર લોકોની આંખો ફાટી ગઈ હતી.

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે બધા ANI ના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. આ વીડિયોને અત્યાર સુધીમાં 95.6k લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે આના પર હજારો કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. લોકોએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને જોરદાર રીતે શેર કર્યો છે. તે જ સમયે, સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યજનક પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. ઘણા લોકો એવા છે જેઓ આ વીડિયો જોયા પછી વિશ્વાસ કરી શકતા નથી. ટ્વિટર પર ઘણા યુઝર્સ આ વીડિયોને PipelineMoney હેશટેગ સાથે શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 25 નવેમ્બર: બિલ્ડરો અને પ્રોપર્ટી ડીલરોને આજે વ્યાજબી નફો થશે, વિવાહિત જીવન સામાન્ય રહેશે

આ પણ વાંચો – Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

આ પણ વાંચો – Vicky Kaushal-Katrina Kaif wedding : વિક્કી કૌશલ-કેટરીના કૈફે લગ્નમાં આ વસ્તુ પર લગાડી દીધો છે સખ્ત પ્રતિબંધ

Next Article