Video : શ્રીલંકન સોંગનો દેશી લહેકો ! ‘માનિકે માગે હિતે’ સોંગના નવા વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા યોહાનીના અવાજમાં સોંગ સંભળાય છે, ત્યારબાદ તે વ્યક્તિ તેના સુંદર અવાજમાં અલગ જ દેશી લહેકામાં આ સોંગ ગાવાનું શરૂ કરે છે.

Video : શ્રીલંકન સોંગનો દેશી લહેકો ! માનિકે માગે હિતે સોંગના નવા વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
manike mage hithe song new version
| Edited By: | Updated on: Dec 25, 2021 | 4:08 PM

Viral Video: શ્રીલંકાની ગાયિકા યોહાનીનું Manike Mage Hithe સોંગ જ્યારથી રિલીઝ થયુ ત્યારથી લોકોમાં આ સોંગનો ક્રેઝ જોવા મળે છે. આ સોંગનું હિન્દી, બંગાળી વર્ઝન તમે સાંભળ્યુ હશે, ત્યારે હવે આ સોંગમાં નવો હિન્દી ટ્વિસ્ટ (Hindi Twist) ઉમેરવામાં આવ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ દેશી લહેકામાં આ સોંગ ગાતા જોવા મળી રહ્યા છે. આ દેશી વર્ઝન યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલીવાર યોહાનીના (Yohani) અવાજમાં સોંગ સંભળાય છે, ત્યારબાદ તે વ્યક્તિ તેના સુંદર અવાજમાં અલગ જ દેશી લહેકામાં આ સોંગ ગાવાનું શરૂ કરે છે. લોકોને આ સોંગનો દેશી લહેકો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બિઝનેસમેન હર્ષ ગોએન્કા (Harsh Goenka) દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, માનિકે માગે હિત સોંગનો હિન્દી ટ્વિસ્ટ… આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે, યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે, ઓરિજનલ શ્રીલંકન સોંગ કરતા પણ આ દેશી લહેકો વધારે સારો છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

શ્રીલંકન સોંગનો દબદબો !

તમને જણાવી દઈએ કે આ ઓરિજીનલ ગીત શ્રીલંકાના સિંગર યોહાની (Yohani) ડિલોકા ડી સિલ્વાએ ગાયું છે. આજના સમયમાં તમને આ ગીત ઈન્સ્ટાગ્રામની દરેક રીલમાં સાંભળવા મળશે. આ ગીત શ્રીલંકા કરતા ભારતમાં વધુ વાયરલ થયું છે. યુઝર્સ સાથે ‘માનિકે માગે હિતે’ સોંગ સેલિબ્રેટીને પણ પસંદ આવ્યુ છે. આ ગીતને અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા સહિત ઘણા સેલેબ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: Funny Video: લગ્નમાં દુલ્હા-દુલ્હન હતા વ્યસ્ત ! કંટાળીને પંડિતજીએ કંઈક એવુ કર્યુ કે તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો: Viral Video: ક્રિસમસ લાઈટ્સથી શણગારેલી અદ્ભૂત ટ્રેન જોઈ લોકોને ‘હેરી પોટર’નો સીન આવ્યો યાદ