Bird Video: આ વ્યક્તિમાં છે અદ્દભુત ટેલેન્ટ, જુઓ રંગબેરંગી પોપટો કેવી રીતે તેણે પાસે બોલાવ્યા

|

Mar 07, 2022 | 5:19 PM

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ પક્ષીઓને બોલાવવા માટે અવાજ કરે છે. જેને સાંભળીને ઘણા પોપટ ઉડીને તેના હાથ પર બેસી જાય છે.

Bird Video: આ વ્યક્તિમાં છે અદ્દભુત ટેલેન્ટ, જુઓ રંગબેરંગી પોપટો કેવી રીતે તેણે પાસે બોલાવ્યા
Bird Viral Video

Follow us on

તમે વર્ષ 1998માં આવેલી ગોવિંદાની ફિલ્મ ‘મહારાજા’ (Maharaja) જોઈ હશે. હીરોમાં એવી અદભૂત શક્તિ છે કે તે કોઈપણ પ્રાણી અને પક્ષીને હિપ્નોટાઈઝ કરીને પોતાની પાસે બોલાવે છે. હવે આ ફિલ્મ હતી એટલે ખરેખર એવું બની શકે તેમ નથી, પરંતુ કેટલાક લોકોમાં એવી પ્રતિભા હોય છે કે તેઓ પશુ-પક્ષીઓને (Animals-Birds) કાબૂમાં રાખી શકે છે, પરંતુ આ માટે તેમણે સખત પ્રેક્ટિસ કરવી પડે છે.

પશુ-પક્ષીઓ માટે તેની સાથે સમય પસાર કરવો પડે છે. આને લગતો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને ફિલ્મ મહારાજા ચોક્કસ યાદ આવશે. આ વીડિયોમાં એક માણસ તેની અદભૂત પ્રતિભા બતાવે છે અને ઝાડ પર બેઠેલા રંગબેરંગી પોપટના ટોળાને તેની પાસે બોલાવે છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

જૂઓ આ સુંદર વીડિયો…

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ પક્ષીઓને બોલાવવા અવાજ કરે છે. જેને સાંભળીને ઘણા પોપટ તેની પાસે ઉડીને તેના હાથ પર બેસી જાય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોપટને પાળે છે, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે જો તેને પાંજરામાંથી બહાર છોડી દેવામાં આવે તો તે ઉડી જાય છે. આ ખૂબ જ શાનદાર વીડિયો છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

આ શાનદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામની IDથી શેયર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ તેના મિત્રોને બોલાવી રહ્યો છે. માત્ર 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 52 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 13 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે મજાકના સ્વરમાં લખ્યું છે કે ‘હું પણ આ કરી શકું છું… માત્ર મચ્છરો સાથે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, જે વ્યક્તિ પોપટને આમંત્રિત કરે છે તે પક્ષીઓનો મિત્ર છે.

આ પણ વાંચો: Viral: સ્ટેજ પર કાકાએ એવો ડાન્સ કર્યો કે જે કરતા પહેલા માઈકલ જેક્સન પણ દસ વાર વિચારશે

આ પણ વાંચો: Video: સ્ટ્રીટ વેન્ડરે બનાવ્યા ગુલાબ જાંબુ પરોઠા, લોકોએ કહ્યું શું દુનિયામાં શાકભાજીની અછત છે?

Next Article