Viral Video : લો બોલો ! શખ્સે પાણીની બદલે ફેન્ટામાં બનાવી દીધી મેગી, વિડીયો જોઈને લોકો બોલ્યા – હે પ્રભુ ઉઠાવી લો…

|

Nov 21, 2021 | 9:42 AM

આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિએ 'ફેન્ટા કોલ્ડ ડ્રિંક' ઉમેરીને મેગી તૈયાર કરી છે. આ વિડિયો જોયા પછી તમને મેગીથી ચીડ ચડી શકે છે.

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સામાન્ય વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. દરેક વ્યક્તિના ખાવાનો સ્વાદ અલગ-અલગ હોય છે અને માત્ર તે જ નક્કી કરી શકે છે કે શું ખાવું. પરંતુ ઘણી વખત એવી વસ્તુઓ આપણી સામે આવે છે, જેને જોઈને તમે પણ કહો છો કે હે ભગવાન, ઉઠાવી લો! તાજેતરના દિવસોમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે. જેને જોઈને મેગી પ્રેમીઓમાં (Maggie Lovers) રોષ ફાટી નીકળ્યો છે.

2 મિનિટમાં બનતી ડીશ ‘મેગી’ ઘણા લોકોને પસંદ છે. તેના સ્વાદે બધાને દિવાના બનાવી દીધા છે અને જ્યારે કોઈ આ વાનગી સાથે પ્રયોગ કરે છે, તો જોનાર ગુસ્સે થઈ જાય છે અને બધા એક જ પ્રશ્ન પૂછે છે કે આ લોકો કોણ છે અને ક્યાંથી આવ્યા છે?

જો કે લોકડાઉનના સમયથી મેગી સાથે ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે, જેમ કે કેટલાક તેમાં દૂધ ઉમેરીને તેને મીઠી બનાવે છે, તો કેટલાક મેગીને ગોલગપ્પામાં નાખીને ખાવાના શોખીન છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ ‘ફેન્ટા કોલ્ડ ડ્રિંક’ (Fanta Cold Drink)માંથી મેગી (Fanta Maggi Video) બનાવી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ફેરિયાએ એક તપેલીમાં ઘી નાખ્યું અને પછી ડુંગળી, લીલા મરચાં, કેપ્સિકમ અને ટામેટાંનો વધાર કર્યો હતો. પછી પેનમાં ‘ફેન્ટા’ની આખી બોટલ નાખી દે છે. મેગી, મસાલો, હળદર, કોથમીર અને મીઠું ઉકળતા ફેન્ટામાં મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ મેગી ફેન્ટા પર ચાટ મસાલો અને લીંબુનો મસાલો નાખીને તે સર્વ કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પરિણામે ઘણા લોકોએ આ અંગે કોમેન્ટ કરી અને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ જોઈને મને સૂર્યવંશમની ઉલ્ટી યાદ આવી ગઈ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ રીતે મેગી ખાવી અશક્ય છે ભાઈ.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી લખ્યું, એવું લાગે છે કે વિશ્વનો અંત નજીક છે.

આ વીડિયો Foodie_incarnate નામના યુટ્યુબ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ લખાય છે ત્યાં સુધી 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક મિલિયનથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે, લોકોએ જોયું છે. જો કે, રસપ્રદ વાત એ છે કે આ વિડીયો જોયા પછી ઘણા લોકોને આ પ્રયોગ ગમ્યો છે.

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

આ પણ વાંચો : Afghanistan Crisis : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે, ‘માનવતાવાદી સંકટ વચ્ચે બ્રિટને તાલિબાન સરકારમાં જોડાવું જોઈએ’

Next Video