જો તમને ક્યારેય એરપોર્ટ(Airport) પર ફ્લાઇટની(Flight) રાહ જોવાની તક મળી હોય, તો તમે ચોક્કસ જાણશો કે આ અનુભવ કેટલો અલગ છે. જી હા… તમને એરપોર્ટ પર તમામ પ્રકારના લોકોને જોવા મળશે. કેટલાક પ્રવાસીઓ તેમની પ્રથમ સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે, જ્યારે ઘણા ખાતા-પીતા અને ખરીદી કરતા જોવા મળે છે. જ્યારે કેટલાક મુસાફરો (Traveller) ઝડપથી તેમની ફ્લાઈટમાં બેસી જવા ઉતાવળ કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એરપોર્ટ પર કોઈ વ્યક્તિને સ્થાયી થતા જોયો છે…?
એક ચીની વ્યક્તિ છે, જે પોતાના પરિવારથી દૂર રહેવા માગતો હતો. એટલા માટે તે છેલ્લા 14 વર્ષથી બેઇજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ(Beijing International Airport) પર રહે છે. આ વ્યક્તિનું નામ વેઈ જિયાંગુઓ છે. તે બેઇજિંગનો છે અને 2008માં તેની પત્ની સાથે ઝઘડા બાદ ઘર છોડી દીધુ હતુ. ત્યારથી બેઇજિંગ (Beijing City)કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટને જ પોતાનુ ધર માની લીધુ છે. આ એરપોર્ટ પર ત્રણ ટર્મિનલ છે અને તે ટર્મિનલ 2 પર રહે છે. જોકે, શરૂઆતમાં તે થોડા દિવસ રેલવે સ્ટેશન પર રહેતો હતો.
આ બેરોજગાર માણસને એરપોર્ટ પર રહેવાનું પસંદ છે. તેનું કહેવું છે કે અહીં તે પોતાની ઈચ્છા મુજબ ખાઈ-પી શકે છે. તેણે ‘ચાઈના ડેઈલી’ને કહ્યું કે’હું ઘરે પાછો નહીં જઈશ, કારણ કે ત્યાં મને કોઈ સ્વતંત્રતા નથી. મારા પરિવારે કહ્યું કે જો મારે ઘરે રહેવું હોય તો મારે સિગારેટ અને દારૂ છોડવો પડશે. જો હું આવું નહીં કરું તો મારે તેમને દર મહિને 1 હજાર યુઆન (લગભગ 12 હજાર રૂપિયા)નું સરકારી ભથ્થું ચૂકવવું પડશે. પણ પછી હું મારા માટે સિગારેટ અને દારૂ કેવી રીતે ખરીદી શકીશ ?
તમને જણાવી દઈએ કે,આ વ્યક્તિનું ઘર એરપોર્ટથી લગભગ 19 કિલોમીટર દૂર છે. નવાઈની વાત તો એ છે કે આ વ્યક્તિએ ઘરેથી લાવેલા ઇલેક્ટ્રિક કૂકરની મદદથી પોતાનું નાનું રસોડું પણ બનાવ્યું છે. તેણે જણાવ્યુ હતુ કે તેને કામ પરથી છૂટા કરવામાં આવ્યા છે,જેથી તે દર મહિને સરકારી સબસિડી મેળવે છે, જે લગભગ 1,000 યુઆન જેટલી છે.