હિરોપંતી ભારે પડી ! બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના હાલ થયા બેહાલ, વીડિયો જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે

|

Dec 18, 2021 | 2:15 PM

આજકાલ એક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં સ્ટંટના ચક્કરમાં યુવકના જે હાલ થાય છે,તે જોઈને તમે પણ ચોંકી જશો.

હિરોપંતી ભારે પડી ! બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના હાલ થયા બેહાલ, વીડિયો જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે
Man doing stunt on bike

Follow us on

Viral Video : આજકાલ બાળકોથી લઈને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો(Stunt ) ચસ્કો જોવા મળે છે, ક્યારેક સ્ટંટના ચક્કરમા યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી.સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) વીડિયો વાયરલ થયો છે.જેમાં સ્ટંટના ચક્કરમાં યુવાનના જે હાલ થાય છે,તે જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે.

સ્ટંટના ચક્કરમાં કંઈક આવુ થયુ

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

વાયરલ થઈ રહેલા આ સ્ટંટ વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક યુવાન હિરોપંતી દેખાડવા માટે રસ્તા પર બાઈક પર સ્ટંટ કરતો જોવા મળે છે. પરંતુ થોડી વાર બાદ કંઈક એવુ થાય છે.તે જોઈને લોકો પણ ચોંકી જાય છે.સ્ટંટના ચક્કરમાં તે રસ્તા પર આવેલા થાંભલા સાથે અથડાય છે અને ધડામ દઈને નીચે પડે છે. આ દિલધડક દ્રશ્યો જોઈને યુઝર્સ પણ હેરાન રહી ગયા છે.

જુઓ વીડિયો

સ્ટંટ વીડિયો થયો વાયરલ

ઘણીવાર સ્ટંટના કારણે એવી ઘટના બને છે જેની આપણને અપેક્ષા પણ હોતી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર IPS દિપાંશુ કાબરા (IPS Dipanshu Kabra)દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે લોકોને જાગૃત કરવા કેપ્શનમાં લખ્યું, રસ્તા પર સુરક્ષિત રીતે ચાલો, સ્ટંટ ના કરો, અકસ્માતને કારણે તમારા પરિવારે રડવાનો વારો આવી શકે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

યુઝર્સ આ સ્ટંટ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા(Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,આ રીતે રસ્તા પર સ્ટંટ કરવા ખતરનાક સાબિત થઈ શકે છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,ખતનાક સ્ટંટ કરતા યુવાનો માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ આ યુવાનને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : પહેલા ઈંડું કે મરઘી ? આખરે મળી ગયો દુનિયાના સૌથી મોટા સવાલનો જવાબ, જાણો અહીં

આ પણ વાંચો : Viral: જબરદસ્ત સિક્સર ! યુવકે ગજબનો છગ્ગો માર્યો, એકવાર જોયા પછી વારંવાર જોશો આ વીડિયો

Next Article