એ…એ…ધડામ ! યુવકને સાઈકલ પર સ્ટંટ કરવા ભારે પડ્યા, બેલેન્સ બગડતા હાલ થયા બેહાલ

|

Dec 21, 2021 | 10:02 AM

તાજેતરમાં એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં સ્ટંટના ચક્કરમાં યુવાનના જે હાલ થાય છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

એ...એ...ધડામ ! યુવકને સાઈકલ પર સ્ટંટ કરવા ભારે પડ્યા, બેલેન્સ બગડતા હાલ થયા બેહાલ
Man doing stunt on bicycle

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટંટ વીડિયો(Stunt Video)  વાયરલ થતા જોવા મળે છે.આજકાલ દરેક વ્યક્તિ ફેમસ થવાની હરોળમાં છે.આ માટે કેટલીક વાર યુવાનો ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) કરવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. આજના સમયમાં બાળકોથી લઈને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો ચસ્કો જોવા મળે છે.તાજેતરમાં આવો જ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે.જેમાં સાઈકલ પર સ્ટંટ કરવા જતા કંઈક એવુ થાય છે,તે જોઈને તમે પણ ચોંકી જશો.

સ્ટંટ વીડિયો થયો વાયરલ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સામાન્ય રીતે પ્રોફેશનલ લોકો સ્ટંટ કરવા માટે ઘણી મહેનત કરે છે, ત્યારે તેઓ સ્ટંટમાં પરફેક્શન મેળવી શકે છે, પરંતુ કેટલાક લોકો આંધળુ અનુકરણ કરીને આ સ્ટંટ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.જેને કારણે બાદમાં તેમણે પસ્તાવાનો વારો આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યુ છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખાલી રસ્તા પર એક વ્યક્તિ સાઈકલ પર સ્ટંટ(Stunt on bicycle)  કરવાનો પ્રયાસ કરે છે, પહેલા તે સાઈકલ પર સવાર થઈને ધીમે-ધીમે સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ થોડી વાર બાદ તેનું સંતુલન બગડે છે અને તે સાઈકલ પરથી પડી જાય છે. જો કે સદનસીબે સામેથી કોઈ વાહન આવતા નહોતા જેને કારણે આ યુવકનો જીવ બચી ગયો. આથી ખતરનાક સ્ટંટના ચક્કરમાં ક્યારેક યુવાનોએ જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, આ સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી geldegulmeee નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, પ્રેકટિસ વગર આંધળુ અનુકરણ ન કરો..આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ (Users) પણ યુવકને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Funny Video : મરધી સાથે મસ્તી ભારે પડી ! ગુસ્સે થયેલી મરઘીએ યુવતીને આ રીતે ભણાવ્યો પાઠ

આ પણ વાંચો : Birthday Special : કોમેડી કિંગ ગોવિંદાનો આજે જન્મદિવસ, અભિનેતાની ફિલ્મોના આ સીન છે યાદગાર

Next Article