Shocking Video: બે મહાકાય અજગરને ખભા પર લઈને ડાન્સ ! Viral Video જોઈને તમે પણ ચોંકી જશો

|

Apr 29, 2022 | 3:33 PM

અજગર અને માણસ (Man and Python)નો આ ખૂબ જ આશ્ચર્યજનક વિડીયો Instagram પર world_of_snakes_ નામના પેજ પરથી શેયર કરવામાં આવ્યો છે. તેના અપલોડ થયા બાદથી અત્યાર સુધીમાં 43 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

Shocking Video: બે મહાકાય અજગરને ખભા પર લઈને ડાન્સ ! Viral Video જોઈને તમે પણ ચોંકી જશો
man dancing with two giant python

Follow us on

સોશિયલ મીડિયા પર અવાર-નવાર કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. આમાંના કેટલાક ખૂબ જ રમુજી હોય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને એટલા નવાઈ લાગે છે કે તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. જેમાં એક માણસ બે અજગરને ખભા પર લઈને તેની સાથે ખુશીથી નાચતો (Man Dancing With Python) જોવા મળે છે. આ વિડિયો જોયા પછી કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય છે. કારણ કે અજગર વિશાળ છે (Giant Python Video) અને ભારે ભરખમ છે. જો તે વ્યક્તિને સખત પકડે, તો તે મરી પણ શકે છે. આ દૃશ્ય ખરેખર ભયાનક છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ ઘરની બહાર બે વિશાળ અને ભારે ભરખમ અજગર સાથે જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વ્યક્તિએ બંને અજગરને પોતાના ખભા પર ઉઠાવી લીધા છે. આટલું જ નહીં આ પછી આ વ્યક્તિ અચાનક ડાન્સ કરવા લાગે છે. તમે જોઈ શકો છો કે બંને અજગર 10થી 15 ફૂટના હશે. તમે અંદાજ લગાવી શકો છો કે જો આ સાપ ભડકી જશે તો વ્યક્તિનું શું થશે. તો ચાલો પહેલા આ વિડીયો જોઈએ.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વ્યક્તિ અજગરને ખભા પર લઈને નાચવા લાગ્યો

અજગર અને માણસનો આ ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર world_of_snakes_ નામના પેજ પરથી શેયર કરવામાં આવ્યો છે. 5 એપ્રિલના રોજ અપલોડ થયા બાદ આ વીડિયોને 43 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. વીડિયો જોયા બાદ લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના યૂઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વ્યક્તિઓને આવા જીવોથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘આ માણસ તેના જીવન સાથે રમી રહ્યો છે.’ તો બીજી બાજુ એક યુઝરે કહ્યું કે, સાપ ક્યારેય માણસોના મિત્ર બની શકતા નથી. આ ખતરનાક અને ઝેરી પ્રાણીથી દૂર રહેવું સારું છે. અન્ય યુઝર કહે છે કે, આ ગાંડપણ છે. જો અજગર પકડી લેશે તો પાણી પણ નહિ મળે. એકંદરે આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Ahmedabad: હાઇકોર્ટ સમક્ષ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ પર સુનાવણી, બંને પક્ષ સમાધાન કરવા સંમત

આ પણ વાંચો:  Funny Video: છોકરાની ફની હેરસ્ટાઈલ જોઈ લોકોએ કહ્યું ‘કોઈ આ બાર્બરની ધરપકડ કરો’

Next Article