Video : ગલુડિયાની ડાન્સ બેટલે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી ! આ અનોખી બેટલ જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આજકાલ સોશિયલ મીડિયા પર એક ડાન્સ બેટલ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વ્યક્તિ સાથે જે રીતે ગલુડિયુ ડાન્સ કરી રહ્યુ છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : ગલુડિયાની ડાન્સ બેટલે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી ! આ અનોખી બેટલ જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો
Cute Video goes viral on social media
| Edited By: | Updated on: Nov 12, 2021 | 1:44 PM

Viral Video : ઈન્ટરનેટ પર અવારનવાર ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલીર વાર ડાન્સરના ડાન્સ મુવ્સ જોઈને લોકોને આશ્વર્ય થતુ હોય છે, જ્યારે કેટલાક ફની મુવ્સને (Dance Moves) કારણે યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. પરંતુ તાજેતરમાં વાયરલ થઈ રહેલો આ વીડિયો થોડો અલગ છે. જેમાં એક યુવાન સાથે ગલુડિયુ જાણે ડાન્સ બેટલ (Dance Battle) કરતુ હોય તેવુ લાગી રહ્યુ છે. આ ક્યુટ વીડિયો જોઈને તમારો દિવસ બની જશે.

સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગલુડિયુ યુવાન પાસે ઉભુ છે. બાદમાં ગલુડિયુ ગુલાટી મારીને ડાન્સ કરતુ જોવા મળે છે અને સાથે યુવાન પણ તેના એ ડાન્સ મુવ્સને કોપી કરતો જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે, જ્યારે આ યુવાન ડાન્સ મુવ્સ બંધ કરે છે. ત્યારે ગલુડિયુ (Puppy) ડાન્સ ફરીથી શરૂ કરે છે. આ નજારો જોઈને એવુ લાગી રહ્યુ છે કે ગલુડિયુ યુવાન સાથે ડાન્સ બેટલ કરી રહ્યુ છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @buitengebieden_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યુ, ગલુડિયા સાથે ડાન્સ બેટલ…. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ગલુડિયા સાથેની ડાન્સ બેટલ પહેલી વખત જોઈ, જ્યારે અન્ય એક યુઝરે કહ્યુ, આ ડાન્સ બેટલમાં ગલુડિયાએ બાજી મારી છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Pond Cafe : આ કેફેમાં મહેમાનોએ બેસવું પડે છે માછલીઓ વચ્ચે, Viral થઇ રહ્યો છે Video

આ પણ વાંચો: કચરાપેટીમાં ખાવાનું શોધી રહ્યો હતો વ્યક્તિ, સિંગરે લાઇવ પરફોર્મન્સ રોકીને આપ્યા પૈસા, તમે પણ જુઓ આ Viral Video