ધોધમાર વરસાદ વચ્ચે કૂદી-કૂદીને નાચ્યા જાનૈયાઓ, અનોખા વરઘોડાનો Viral video જોઈ હસીને લોટપોટ થયા લોકો

Rain Dance In Wedding : સોશિયલ મીડિયામાં વરસાદ વચ્ચે ડાન્સનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે બેન્ડ-બાજા, વરસાદ અને વરઘોડો !

ધોધમાર વરસાદ વચ્ચે કૂદી-કૂદીને નાચ્યા જાનૈયાઓ, અનોખા વરઘોડાનો Viral video જોઈ હસીને લોટપોટ થયા લોકો
Rain Dance In Wedding
Image Credit source: TWITTER
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 06, 2022 | 5:09 PM

સોશિયલ મીડિયા એટલે વાયરલ વીડિયોનો ખજાનો. આ વાયરલ વીડિયોઝ તમારા ખરાબ મૂડને પણ સારો કરી શકે છે. હાલમાં સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. ચોમાસામાં લગ્ન (Wedding in the monsoon) ગોઠવવા ખરેખર જોખમ ભરેલો નિર્ણય કહી શકાય. કલ્પના કરો તમારા લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને લગ્ન મંડપમાં ધોધમાર વરસાદ પડે તો ? લગ્ન કોઈ હોલમાં હોય કે ખુલ્લા મેદાનમાં મંડપ વચ્ચે, વરસાદ એ લગ્નની મજા બગાડી શકે છે.લગ્નના દિવસે વરસાદ પડે તો ઘણી બધી વ્યવસ્થાઓ ધોવાઈ જાય છે. જો કોઈ વ્યક્તિએ ખુલ્લા વિસ્તારમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરી હોય તો તેના માટે મહેમાનગતિ કરવી મુશ્કેલ બની જાય છે. હાલમાં જે વીડિયો વાયરલ (Viral Video) થયો છે તે એક લગ્નના વરઘોડાનો છે, જેને જોઈ તમે ખડખડાટ હસી પડશો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદ હોવા છતાં કોઈ રોકાયા વિના વરઘોડો રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૌથી નવાઈની વાત એ છે કે વરરાજાના પરિવારના સભ્યો નોન-સ્ટોપ ડાન્સ અને મસ્તીથી ડાન્સ કરી રહ્યા છે. એટલું જ નહીં, વરઘોડામાં સામેલ થયેલી બીજા જાનૈયાઓએ તાડપત્રીથી માથું ઢાંકી દીધું હતુ. આગળ બેન્ડ બાજા વાલા ચાલી રહ્યા છે અને જાનૈયાઓ મસ્તીમાં નાચતા પાછળ ચાલી રહ્યા છે. વરઘોડામાં આગળ ચાલતા બે વ્યકિતઓ નાના બાળકની જેમ વરસાદના પાણીમાં કુદી કુદીને નાચી રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ શહેરનો છે આ વાયરલ વીડિયો

જણાવવા મળી રહ્યુ છે કે આ વીડિયો મધ્ય પ્રદેશના ઈન્દોરનો છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે લોકો વરસાદ હોવા છતાં વરઘોડો કાઢે , પરંતુ આ કિસ્સો થોડો અલગ છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે બેન્ડ-બાજા, વરસાદ અને વરઘોડો !

આ પણ વાંચો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati