નવરાત્રીને લઈને સમગ્ર ગુજરાત રાસ-ગરબાના રંગે રંગાયુ છે. જો કે ગુજરાત પછી કોલકાતાની દુર્ગા પૂજાની ઉજવણી તેની સર્જનાત્મકતા અને ભવ્યતા માટે ખુબ જ પ્રખ્યાત છે. આ વર્ષે શહેરના દક્ષિણ ઉપનગર બેહાલામાં એક પંડાલે અનોખી સર્જનાત્મકતા દર્શાવી છે. જેમાં માત્ર સુંદરતા જ નહીં પણ સ્વાદ પણ સામેલ છે. બેહાલા નોટુન દલ ક્લબ દ્વારા માતારાનીનો આયોજિત પંડાલ તેની અનોખી થીમ માટે ઘણું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પંડાલનું મુખ્ય આકર્ષણ એ છે કે આ આખો પંડાલ પાણીપુરીથી સજાવવામાં આવ્યો છે, જેને ભારતના વિવિધ ભાગોમાં પાણી-પુરી, પુચકા અથવા ગોલગપ્પા કહેવામાં આવે છે તેનાથી કોલકતામાં મા દુર્ગાનો આખે આખો પંડાલ સજાવવામાં આવ્યો છે. આખો પંડાલ ‘પાણી પુરીની પુરી’થી ભરેલો છે, જે દરેક લોકોની ફેવરીટ છે. આ વિશાળ પંડાલને આખે આખો આરસ પારસ દેખાય તેવા બોક્સમાં ભરીને પંડાલ સજાવવામાં આવ્યો છે.
સ્ટ્રીટ ફૂડ અને દૈવી આર્કિટેક્ચરના આ અદ્ભુત મિશ્રણે સ્થાનિકો અને મુલાકાતીઓની કલ્પનાને એકસરખી રીતે પકડી લીધી છે. પંડાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લોકો દુર્ગા પૂજાની ઉજવણીના આ નવીન અભિગમ માટે તેમના આશ્ચર્ય અને પ્રશંસા વ્યક્ત કરી રહ્યા છે.
Kolkata’s Durga Puja pandals: where phuchka (panipuri) meets divine architecture, a truly heavenly combination! ️ pic.twitter.com/Ytz6a0Aafy
— Harsh Goenka (@hvgoenka) October 16, 2023
બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ પણ આ અનોખા પંડાલની વ્યાપક અપીલને રેખાંકિત કરતી ક્લિપ શેર કરી છે. કોલકાતાના દુર્ગા પૂજા પંડાલો તેમના કલાત્મક અને સાંસ્કૃતિક મહત્વ માટે આદરણીય છે, અને આ વર્ષે, અન્ય પૂજા પંડાલે પંડાલની થીમમાં માસિક સ્વચ્છતા સાથે સંકળાયેલા વર્જિતોને પ્રકાશિત કરવા માટે ધ્યાન ખેંચ્યું છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, લોકો આટલું ક્રિએટિવ કેવી રીતે વિચારે છે? આ સર્જકોને અભિનંદન. અન્ય યુઝરે લખ્યું, ‘અદ્ભૂત. દરેક વ્યક્તિએ એકવાર કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલની મુલાકાત લેવી જોઈએ.
ત્રીજા યુઝરે લખ્યું, ‘તમે બંગાળમાં ઘણી બધી ક્રિએટિવિટી જોશો.’ જોકે, એક યુઝર આ પંડાલની સજાવટથી ખુશ નથી. તેણે તેને ખોરાકનો બગાડ ગણાવ્યો.