બિમાર નેતાજીને જોવા અમેઠીથી ગુરૂગ્રામ પહોંચ્યો દિવ્યાંગ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

|

Oct 05, 2022 | 7:39 PM

વાયરલ થઈ રહેલો વીડિયો એક દિવ્યાંગ સમર્થકનો છે, જે મુલાયમ સિંહ યાદવને જોવા અમેઠીથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. દિવ્યાંગ અયાઝે રિક્ષા અને બસમાં મુસાફરી કરી હતી.

બિમાર નેતાજીને જોવા અમેઠીથી ગુરૂગ્રામ પહોંચ્યો દિવ્યાંગ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: twitter

Follow us on

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવની હાલત નાજુક બની ગઈ છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમને લાઈફ સેવિંગ દવાઓ આપવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત સ્થિર છે. નિષ્ણાત તબીબોની મોટી ટીમ મુલાયમ સિંહની સારવારમાં લાગેલી છે અને ચોવીસ કલાક તેમની દેખરેખ રાખી રહી છે. મુલાયમ સિંહ યાદવના ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આવા એક દિવ્યાંગ ચાહકનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો એક દિવ્યાંગ સમર્થકનો છે, જે મુલાયમ સિંહ યાદવને જોવા અમેઠીથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. દિવ્યાંગ અયાઝે રિક્ષા અને બસમાં મુસાફરી કરી હતી. મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે સમાજવાદી પાર્ટી અને મુલાયમ સિંહનો સમર્થક છે. તેઓ ગરીબોના મસીહા છે. અમેઠીના બાળકો તેમની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. લોકો મસ્જિદોમાં નેતાજીના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે કે નેતાજીને 10થી 20 વર્ષ હજુ ઉંમર આપો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે વધુમાં કહ્યું કે અહીં મેં નેતાજીને જોવા માટે મેદાંતામાં એન્ટ્રી લીધી હતી, પરંતુ કોઈ કારણસર તેમને મળી શક્યા નહોતા. તેમણે કહ્યું કે નેતાજી રોડથી સંસદ સુધી પહોંચ્યા. તે ગરીબોના મસીહા છે. હું તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. તેમની સાથે મુલાકાત ન થવાનો અફસોસ નથી પણ તે સ્વસ્થ થાય ત્યાં સુધી હું બહાર રાહ જોઈશ.

આ વીડિયો ટ્વિટર પર @DrAnantVaibhav નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સેંકડો લોકોએ જોયો અને લાઈક કર્યો છે અને લોકો પોતાની કોમેન્ટ દ્વારા પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. નોંધનીય છે કે શનિવારે સાંજે મુલાયમ સિંહની તબિયત બગડતા તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયતને લઈને એક જ વાત સામે આવી છે કે તેમની તબિયતમાં કોઈ સુધારો નથી અને તેમની હાલત નાજુક છે.

Next Article