Video : શિક્ષકે ગાવાનુ કહેતા આ ટેણિયાએ શરૂ કર્યા ફિલ્મી સોંગ, વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે

આ દિવસોમાં શાળાનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક નાનુ બાળક ફિલ્મી સોંગ ગાતા જોવા મળે છે.

Video : શિક્ષકે ગાવાનુ કહેતા આ ટેણિયાએ શરૂ કર્યા ફિલ્મી સોંગ, વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે
little kid singing video goes viral
| Edited By: | Updated on: Jan 30, 2022 | 3:47 PM

Funny Video : તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે આજના બાળકો (Kids) પ્રતિભાશાળી જ જન્મે છે. આ વાત અમુક અંશે સાચી પણ છે, કારણ કે આજકાલ નાનપણથી જ બાળકોમાં એવી પ્રતિભા(Talent)  જોવા મળે છે, જે લોકોની કલ્પનાની બહાર હોય. ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ બાળકો સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં ક્યારેક બાળકોના ડાન્સ તો ક્યારેક સિંગિગ વીડિયો લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે. તાજેતરમાં આવો જ એક નાના બાળકનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમને પણ હસવુ આવશે.

આ બાળકે તો ભારે કરી….!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બાળક રફી સાહેબનુ ‘ગુલાબી આંખે જો તેરી દેખી’ સોંગ ગાતા જોવા મળે છે અને તે ખૂબ જ સુંદર રીતે ગાઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે તેને ગીતના બોલ પણ ખૂબ જ સારી રીતે યાદ છે, આ વીડિયો જોઈને તમે પણ બાળકના ફેન બની જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા શિક્ષક તેને ગાવાનું કહે છે અને બાદમાં આ ટેણિયો મોટેથી સોંગ ગાવાનું શરૂ કરે છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

સોંગ ગાતી વખતે તે ક્યારેક કેમેરા તરફ તો ક્યારેક શિક્ષક તરફ જુએ છે અને ગીત સંભળાવી રહ્યો છે. સૌથી રમુજી બાબત એ છે કે, તે શિક્ષકને કહે છે કે ‘મૅમ, મને દાંતમાં દુખાવો થાય છે અને તે પણ મોં ખોલીને બતાવે છે’. આ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

આ રમુજી વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે કે, ‘સ્કૂલ ખુલ્યા પછીનો પહેલો દિવસ’. માત્ર 59 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો  : શાનદાર સ્કેટિંગ : આંખની રોશની વગર શાનદાર સ્કેટિંગ કરતા આ યુવકનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO