Viral Video : બાળકીએ હિરોઈનની જેમ કર્યું ‘રેમ્પ વોક’, વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો

|

Aug 19, 2021 | 1:23 PM

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકીએ "રેમ્પ વોક" કરીને લોકોના દિલ જીતી લીધા છે.

Viral Video : બાળકીએ હિરોઈનની જેમ કર્યું રેમ્પ વોક, વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો
Viral Video

Follow us on

Viral Video : તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાનકડી બાળકીનો ખૂબ જ સુંદર વીડિયો (Video) લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં એક નાની બાળકી રેમ્પ વોક (Ramp Walk) કરતી જોવા મળી રહી છે. બાળકીની અલગ સ્ટાઇલ જોઇને દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે.

ઇન્ટરનેટ પર એક ટિકટોક યુઝર્સ દ્વારા આ બાળકીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો હાલમાં ઈન્સ્ટાગ્રામ યુઝર ક્રિસ્ટેન વીવરે દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

ક્રિસ્ટેન વીવરે વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, આ વીડિયો મારા ટિકટોકનો છે, જે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. તેથી હવે ઘણા લોકો તેને શેર કરી રહ્યા છે. તમને જણાવવું રહ્યું કે, ટિકટોક (Tiktok) પર આ ક્લિપને અત્યાર સુધીમાં 18 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ઉપરાંત કેપ્શનમાં (Caption) લખવામાં આવ્યુ છે કે, આવું કંઈ થશે એવું વિચાર્યું નહોતું પણ Abriannaના એક પરી છે અને હું ખુશ છું કે તે અન્યની ખુશીનું કારણ બની રહી છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાળકી ગુલાબી ડ્રેસમાં (Pink Dress) રેમ્પ વોક કરી રહી છે. તે સાથે બેકગ્રાઉન્ડમાં વાગતું સંગીત એટલું સરસ લાગે છે કે લોકો આ ક્લિપને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયોમાં બાળકીની સ્ટાઈલ લોકોના દિલ જીતી રહી છે, ક્યારેક બાળકી ધમાકેદાર રીતે રેમ્પ વોક કરે છે, તો ક્યારેક ઉભા રહીને પ્રોફેશનલ મોડલની (Model) જેમ પોઝ આપતી જોવા મળી રહી છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો હાલ ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર છવાઈ ગયો છે, વિડીયોમાં ચાલતા સંગીત સાથે બાળકીનું રેમ્પ વોક પરફેક્ટ લાગી રહ્યુ છે. આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ (Users) લખ્યુ “ખુબ જ ક્યૂટ છે” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે, ‘તેના સ્વેગ સાથે રેમ્પ પર ચાલવાની છટા જોઈને ચહેરા પર સ્મિત આવી ગયુ.’

 

આ પણ વાંચો : Viral Video : અફઘાન સૈનિકોનો રમુજી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

આ પણ વાંચો : Video : ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા મહિલાનો પગ લપસ્યો, લોકોની સમજદારીથી બચ્યો જીવ

Next Article