OMG : આ બાળકી રમકડાની જેમ મહાકાય સાપ સાથે કરી રહી છે મસ્તી ! વીડિયો વાયરલ થતા લોકોના હોંશ ઉડી ગયા

આ દિવસોમાં એક નાની બાળકી સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે, આ બાળકી જે રીતે સાપ સાથે રમી રહી છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

OMG : આ બાળકી રમકડાની જેમ મહાકાય સાપ સાથે કરી રહી છે મસ્તી ! વીડિયો વાયરલ થતા લોકોના હોંશ ઉડી ગયા
Little girl video goes viral
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:40 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર નાના બાળકોના વીડિયો(Video)  વાયરલ થતા જોવા મળે છે. જેમાં ક્યારેક બાળકોનુ ટેલન્ટ તો ક્યારેક બાળકોની મસ્તી લોકોને પસંદ આવે છે.સામાન્ય રીતે તમે બાળકોને કુતરા(Dog)  કે બિલાડી (Cat)સાથે રમતા જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય કોઈ બાળકને સાપ સાથે રમતા જોયા છે ? જી હા…તમને જાણીને નવાઈ લાગશે,પણ આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે.

બાળકી સોશિયલ મીડિયા પર બની આકર્ષણનુ કેન્દ્ર

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળકી સાપ (Snake) જોઈને તેને રોકવાનો પ્રયત્ન કરી રહી છે અને બાદમાં તે સાપ સાથે મસ્તી કરતી જોવા મળે છે.આ જોઈને એવુ લાગી રહ્યુ છે કે, જાણે આ બાળકીને સાપનો સહેજ પણ ડર ન હોય. આ વીડિયો વાયરલ થતા જ આ બાળકી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વીડિયો યુઝર્સને(Users)ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

બાળકીનો દિલઘડક વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી Snake_World નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, આ જોઈને તમે શું વિચારો છો.. ?આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ અને લાઈક મળી ચૂક્યા છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,આ બાળકી નહી જાણતી હોય કે આ સાપ છે…! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,આ બાળકીની મસ્તી જોઈને હું આશ્વર્યચકિત થઈ ગયો. આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

નોંધ: નાના બાળકોએ આ રીતે સાપ સાથે મસ્તી કરવાની કોશિશ ન કરવી, આ વીડિયો નિષ્ણાંતોની હાજરીમાં ઉતારવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Video : ઘોડીએ ભારે કરી ! ફુલેકામાં વરરાજાને લઈને ઘોડીએ મુકી દોટ, પછી તો જોયા જેવી થઈ

આ પણ વાંચો : OMG : આ યુવકે ઉંચી બિલ્ડિંગ પરથી કર્યા ખતરનાક સ્ટંટ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા