Video : નાની બાળકીએ નોરા ફતેહીના સોંગ પર કર્યો ગજબનો ડાન્સ, એક્સ્પ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ડાન્સ વીડિયો ખુબ છવાયો છે. જેમાં એક બાળકી જે રીતે નોરા ફતેહીના સોંગ પર ડાન્સ કરી રહી છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : નાની બાળકીએ નોરા ફતેહીના સોંગ પર કર્યો ગજબનો ડાન્સ, એક્સ્પ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !
Little girl dance video goes viral
| Edited By: | Updated on: Jan 09, 2022 | 3:49 PM

Viral Video : તમે ગુરુ રંધાવા અને નોરા ફતેહીનું(Nora Fatehi)  નવુ સોંગ ‘ડાન્સ મેરી રાની’ સાંભળ્યું જ હશે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું છે. આ દિવસોમાં આ સોંગ સોશિયલ મીડિયા પર પણ છવાયેલું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ સોંગ પર વીડિયો અને રીલ પણ બનાવતા જોવા મળી રહ્યા છે, જે લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં આ સોંગ પર એક બાળકીનો ડાન્સ વીડિયો ( Dance video ) ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બાળકીએ બતાવ્યા અનોખા ડાન્સ મુવ્સ

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળકી તેના ડાન્સમાં તે જ મૂવ્સ (Dance Step) બતાવી રહી છે. આ બાળકીના એક્સપ્રેશન જોઈને તમે પણ અંદાજ લગાવી શકો કે એ નોરા ફતેહીની નકલ કરતી જોવા મળે છે.યુઝર્સ આ બાળકીને ડાન્સ માસ્ટર ગણાવી રહ્યા છે. આ ડાન્સ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી geetbaggaa નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વીડિયો જોઈને કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ બાળકી નોરા ફતેહી કરતા પણ સારા ડાન્સ મુવ્સ કરી રહી છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આટલી નાની ઉંમરમાં શું ટેલેન્ટ છે..!આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ બાળકીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.આ સોંગ પર ડાન્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તાજેતરમાં જ બે વિદેશીઓ પણ ‘ડાન્સ મેરી રાની’ સોંગ પર શાનદાર ડાન્સ મૂવ્સ બતાવતા જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો : Video: ઈન્ટરનેટ પર સૌથી મોંઘી મીઠાઈનો વીડિયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું ” આટલી કિંમતમાં તો સોનુ ખરીદી શકાય