Viral: સુપ્રસિદ્ધ કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન, સોશિયલ મીડિયા યુઝર્સે આ રીતે આપી શ્રદ્ધાંજલિ

|

Jan 17, 2022 | 3:54 PM

જાણીતા કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. 83 વર્ષીય પંડિત બિરજુ મહારાજે રવિવારે રાત્રે સાકેત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Viral: સુપ્રસિદ્ધ કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન, સોશિયલ મીડિયા યુઝર્સે આ રીતે આપી શ્રદ્ધાંજલિ
Pandit Birju Maharaj passes away

Follow us on

સુપ્રસિદ્ધ કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું (Birju Maharaj) હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. 83 વર્ષીય પંડિત બિરજુ મહારાજે રવિવારે રાત્રે સાકેત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુની જાણકારી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા એક મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી, તેમજ ગઈકાલે રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પદ્મ વિભૂષણ (Padma Vibhushan) મેળવનાર પંડિત બિરજુ મહારાજે ભારતીય નૃત્ય કલાને સમગ્ર વિશ્વમાં અનોખી ઓળખ અપાવી છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી સહિત ઘણા મોટા નેતાઓ અને હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમના નિધનને સમગ્ર કલા જગત માટે ન પૂરી શકાય તેવી ખોટ ગણાવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે તેમનું અવસાન એવા યુગનો અંત દર્શાવે છે જેણે ભારતીય સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એક શૂન્યતા છોડી દીધી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યુઝર્સ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

 

આ પણ વાંચો : Birju Maharaj: પંડિત બિરજુ મહારાજના નિધન પર અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો

Next Article