Foreign Villages : આ દેશના ગામડાંમાં દરેક ઘરની આગળ છે બગીચા, બટેટા-ઘઉંના લહેરાય છે ખેતરો, જુઓ Video

|

Aug 23, 2022 | 12:20 PM

વિદેશ (Foreign) પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોએ તેમના ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ.

Foreign Villages : આ દેશના ગામડાંમાં દરેક ઘરની આગળ છે બગીચા, બટેટા-ઘઉંના લહેરાય છે ખેતરો,  જુઓ Video
Netherlands Village

Follow us on

આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં (Gujarat) ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે. પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (villages) કેવા હશે..? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે, આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકોએ વિદેશના ગામડાં વિશે જાણવું

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

આ પણ વાંચો : Foreign Villages : આ દેશના ગામડાંઓમાં જોવા મળે છે ઢાળવાળા રસ્તાઓ તેમજ લાકડાંના બનેલા ઘરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…

શું તમે વિદેશ જવા ઈચ્છો છો.? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

અહીં જૂઓ ગામડાંનો વીડિયો….

આજે આપણે લોકો નેધરલેન્ડના લેમુદીન ગામડાંની સફર કરશું. વીડિયોની શરૂઆતમાં જ આપણને લીલાછમ ખેતરો નજર પડે ત્યાં સુધી પથરાયેલા જોવા મળી રહ્યા છે. તે ખેતરો બટેટાના છે. ઘઉંના ખેતરો પણ જોવા મળે છે. દરેક ઘરની આગળ નાના-નાના સુંદર બગીચાઓ પણ જોવા મળી રહ્યા છે. તળાવ અને બતકો પણ જોવા મળે છે.
યુરોપનું ગામ હોવાથી ત્યાં ચર્ચ પણ જોવા મળે છે. કપડાંની દુકાનો પણ જોવા મળે છે તેમજ ATM મશીન પણ છે. તો આ ગામડાંમાં લગભગ બધી વસ્તુઓ જોવા મળી જે શહેર અને ગામમાં હોય છે.

અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Next Article