ટ્વીટર પર #कंगना_पद्मश्री_वापस_करो થયું ટ્રેન્ડ, વરુણ ગાંધીના દેશ દ્રોહ વાળા ટ્વીટ પર એક્ટ્રેસનો જવાબ ‘જા અને રડ હવે’
કંગનાએ ભીખ માંગીને દેશની આઝાદી મેળવી હોવાની વાત કહી હતી અને કહ્યું હતું કે, 'ખરેખર આપણને આઝાદી વર્ષ 2014માં મળી. આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા વરુણ ગાંધીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે (Bollywood Actress Kangana Ranaut) તાજેતરમાં સ્વતંત્રતા વિશે એક વાહિયાત નિવેદન આપ્યું હતું, જેના માટે સોશિયલ મીડિયા (Social Media) પર તેની આકરી ટીકા થઈ રહી છે. કંગનાએ ભીખ માંગીને દેશની આઝાદી મેળવી હોવાની વાત કહી હતી અને કહ્યું હતું કે, ‘ખરેખર આપણને આઝાદી વર્ષ 2014માં મળી. આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા વરુણ ગાંધીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. જેનો કંગનાએ પણ જવાબ આપ્યો છે. દરમિયાન, હેશટેગ #कंगनापद्मश्रीवापस_करो (#Kanganareturnpadmashree) ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
કંગના પોતાના નિવેદનને કારણે ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં જ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કંગનાએ કહ્યું- ‘સાવરકર, રાણી લક્ષ્મીબાઈ, નેતા સુભાષ ચંદ્ર બોઝ, તેઓ બધા જાણતા હતા કે લોહી વહેશે, પરંતુ એ પણ યાદ રાખો કે કોઈ પણ ભારતીયે કોઈ પણ ભારતીયનું લોહી ન વહેવડાવવું જોઈએ. ચોક્કસ, તેમણે સ્વતંત્રતાની કિંમત ચૂકવી. પણ એ આઝાદી નહોતી, ભીખ હતી, જે આઝાદી મળી છે તે 2014માં મળી છે.
સ્વતંત્રતા વિશેના તેના વાહિયાત નિવેદનનો જવાબ આપતા વરુણ ગાંધીએ કહ્યું, ‘ક્યારેક મહાત્મા ગાંધીના બલિદાન અને તપસ્યાનું અપમાન, એક બાજુ તેમના હત્યારાનું સન્માન અને હવે શહીદ મંગલ પાંડેથી લઈને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની નિંદા. આ વિચારને પાગલપન કહું કે દેશદ્રોહ?’ હવે આ નિવેદન પર કંગનાનો જવાબ આવ્યો છે.
વરુણ ગાંધીના ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરતા કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું – જ્યારે મેં સ્પષ્ટપણે 1857માં દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો ઉલ્લેખ કર્યો છે, જે અસફળ રહ્યો હતો. આ કારણે, આપણે અંગ્રેજોના ઘણા અત્યાચાર અને ક્રૂરતાનો સામનો કરવો પડ્યો… અને પછી લગભગ 100 વર્ષ પછી આપણને ગાંધીની ભીખ પર આઝાદી મળી. જા અને હવે રડ.’ કંગનાના સ્વતંત્રતાના નિવેદનથી સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ગુસ્સે છે. #कंगनापद्मश्रीवापस_करो ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો સતત પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.
इस सनमान के लयाक नहीं हो!!!😡😡😡#कंगना_पद्मश्री_वापस_करो
— Pathan Aslam (@PathanA95419151) November 11, 2021
आजादी तुझे भीख मिली होगी ,, मेरो अपनो ने ये रक्त बहा कर छिनी है..#कंगना_पद्मश्री_वापस_करो pic.twitter.com/Qyg9DQTkaX
— Kailash Choudhary nagour marwar (@Kailash77807929) November 11, 2021
कंगना ने स्वतंत्रता सेनानियों की घोर बेइज्जती की है। संघ की कोचिंग सेंटर का डोज है @NarennTandon#कंगना_पद्मश्री_वापस_करो
— Narendra Tandon (@NarennTandon) November 11, 2021
આ પણ વાંચો –
Gujarat Vaccination Update: રાજ્યમાં કોરોના કેસમાં વધારો, જાણો 24 કલાકના રસીકરણના આંકડા
આ પણ વાંચો – UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા પ્રિયંકાનો નવો દાવ, મહિલાઓ સાથે કરશે સીધો સંવાદ