Jugaad : કાકાએ જુગાડ લગાવીને બનાવી ગજબની સાઈકલ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

|

Feb 03, 2022 | 2:11 PM

આ દિવસોમાં એક જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં કાકાએ જે રીતે જુગાડ લગાવીને બે માળની સાઈકલ બનાવી છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Jugaad : કાકાએ જુગાડ લગાવીને બનાવી ગજબની સાઈકલ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Jugaad Cycle video goes viral

Follow us on

Viral Video : વિશ્વમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી.ઈન્ટરનેટ પર દરરોજ જુગાડ સંબધિત વીડિયો (Jugaad Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક જુગાડ જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યાકે કેટલાક ગજબના જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક જુગાડનો રમુજી વીડિયો (Funny Video) ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક કાકાએ દિમાગ લગાવીને જે રીતે બે માળની સાઈકલ બનાવી છે, તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

કાકાએ બનાવી બે માળની સાઈકલ….!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાકા તેમની ‘બે માળની સાઈકલ’ ચલાવતા જોવા મળે છે. કાકાની સાઇકલ રસ્તા પર ચાલતા લોકોમાં કુતૂહલનો વિષય બની રહે છે. તમે જોઈ શકો છો કે રસ્તા પર પસાર થતા લોકો તેને અને તેની સાયકલને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. વાસ્તવમાં કાકાએ જુગાડથી આટલી ઉંચી સાઈકલ બનાવી, પણ લોકો વિચારતા હતા કે ટ્રાફિક જામ હશે તો તે કેવી રીતે ઉતરશે.આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર salman.king7650 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, ‘જુગાડ તો હો તો ઐસા…ચાચા, પણ જો તમારે ટ્રાફિકને કારણે સાઈકલ રોકવી પડે તો તમે નીચે કેવી રીતે ઉતરશો ?

આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ કાકાને સાઈકલમાં બ્રેક મારવા સહિતના ઘણા પ્રશ્નો પૂછી રહ્યા છે.જ્યારે કેટલાર યુઝર્સ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ રમુજી વીડિયો યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો : VIDEO: આ નાની બાળકીની શાનદાર રમત જોઈને મોટા ખેલાડીઓ પણ દંગ, મજેદાર વીડિયો થયો વાયરલ

Next Article