દિવાલ પરથી તૂટેલા પ્લાસ્ટર જેવો દેખાય છે આ આઈસ્ક્રીમ! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જાપાનની રેસ્ટોરન્ટની વિચિત્ર સ્વીટ ડીશ
હમણાં સોશિયલ મીડિયા (Social Media)પર એક વિચિત્ર સ્વીટ ડિશનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે તે દિવાલ પરથી ઉખડી ગયેલા પ્લાસ્ટર જેવું લાગે છે.
દુનિયામાં ઘણી એવી રેસ્ટોરન્ટ્સ (Restaurants) છે. જે પોતાના ગ્રાહકોને રીઝવવા માટે ફૂડ પર પ્રયોગો કરતી રહે છે. જે તેમના ગ્રાહકોને ગમે છે, પરંતુ કેટલીકવાર પ્રયોગ (Weird Dish) ને કારણે તે ઘણી વખત ગડબડ થઈ જાય છે. જેના કારણે રેસ્ટોરન્ટ અને તેમની વાનગી લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. હાલના દિવસોમાં પણ આવી જ એક સ્વીટ ડિશની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે જોયા પછી પહેલી નજરે તમને દિવાલનું ઉખડી ગયેલું પ્લાસ્ટર ચોક્કસ યાદ આવી જશે. હા, તમે બરાબર વાંચ્યું છે, આ વાનગી જાપાનની એક રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવી રહી છે. જેને જોયા બાદ યુઝર્સ ચોંકી ગયા છે.
આ સ્વીટ ડીશ જાપાનની રાજધાની ટોક્યોની ધ રોયલ પાર્ક હોટેલમાં (The Royal Park Hotel) સર્વ કરવામાં આવે છે. વાસ્તવમાં આ સ્વીટ ડીશ સ્ટ્રોબેરી ફ્લેવર્ડ આઈસ્ક્રીમ છે, જે પિસ્તાશિયો મૂસને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ બે ઉપર ઈંડાની સફેદી અને ખાંડની બનેલી મેરીનગ્યૂ મૂકવામાં આવે છે, જેનાથી તે પ્લાસ્ટર જેવું લાગે છે.
અહીં ચિત્ર જુઓ
なんかオシャレすぎてよく分からないアイス美味しかった pic.twitter.com/BJzQHSHkPC
— みつ (@mimimimimitsu32) March 21, 2022
આ તસવીર ટ્વિટર યુઝર @mimmimimitsu32 દ્વારા શેયર કરવામાં આવી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી સેંકડો લાઈક્સ અને રીટ્વીટ મળી ચૂક્યા છે. હકીકતમાં, ઘણા લોકોએ આ વાનગીનું પરીક્ષણ કર્યું છે. લોકોએ કહ્યું કે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે, પરંતુ મોટાભાગના લોકોએ સ્વીકાર્યું કે તે દિવાલના પોપડા જેવું લાગે છે.
સોશિયલ મીડિયા પર આ તસવીર જોયા બાદ લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. જો કોઈને આ વાનગી ખૂબ ગમતી હોય તો ઘણા લોકો એવા છે જેઓ આ વાનગીને અજીબ ગણી રહ્યા છે. તસવીર જોયા બાદ પ્રતિક્રિયા આપતાં એક મહિલા યુઝરે લખ્યું, ‘જ્યારે મેં આ વાનગીને પહેલીવાર જોઈ ત્યારે હું ખરાબ રીતે કન્ફ્યુઝ થઈ ગઈ હતી.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ વાનગી ભલે વિચિત્ર લાગે, પરંતુ તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ તસવીર જોયા બાદ અલગ-અલગ રીતે આ વાનગીની પ્રશંસા કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-