Trending Video: ડાયપરમાંથી બનાવી દીધું ‘હેલ્મેટ’ ! ગરમીથી બચવાનો આ જુગાડ જોઈને મગજ ચકરાવે ચડી જશે

આજના સમયમાં લોકો ગરમીથી બચવા માટે અવનવા રસ્તાઓ શોધતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ રોજ આવા ઘણા વીડિયો જોવા મળે છે. હાલમાં જ એક એવો જ મજેદાર વીડિયો વાયરલ થયો છે કે, જેમાં બે યુવકે ગરમીથી રાહત મેળવવા માટે એક અનોખો જુગાડ અજમાવ્યો છે. આ અતરંગી આઈડિયા જોઈને તમને પણ નવાઈ લાગશે અને સાથે હસવું પણ આવશે.

Trending Video: ડાયપરમાંથી બનાવી દીધું હેલ્મેટ ! ગરમીથી બચવાનો આ જુગાડ જોઈને મગજ ચકરાવે ચડી જશે
| Updated on: Jul 18, 2026 | 4:13 PM

આજના સમયમાં દેશ અને દુનિયામાં અવનવા જુગાડ કરવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો જુગાડની મદદથી એવી મજેદાર વસ્તુઓ બનાવી દે છે કે, જેને જોઈને આખી દુનિયા દંગ રહી જાય છે. કેટલીકવાર તો લોકો એવો જુગાડ કરે છે કે, જેના વિશે આપણે વિચારી પણ ન શકીએ.

સોશિયલ મીડિયા પર પણ તમને રોજ આવા અનોખા જુગાડના Trending Video જોવા મળે છે. હાલમાં જ એક નવો જુગાડ કરીને બે યુવકે એવું અતરંગી હેલ્મેટ બનાવ્યું છે કે, જેને જોઈને ભલભલાનું મગજ પણ ચકરાવે ચડી ગયું છે.

આ તો અદભૂત જુગાડ છે

હાલમાં સોશિયલ મીડિયા પર આ Video ખૂબ Viral થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, લોકો આ Trending Video ને જોઈને ચોંકી ગયા છે. આપણામાંથી ઘણા લોકો રોજિંદા જીવનમાં નાનો-મોટો જુગાડ કરતા જ હોય છે. આટલું જ નહીં, તમે જુગાડથી બનેલી એકથી એક અદભુત વસ્તુઓ પણ જોઈ હશે.

એવામાં શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈએ ડાયપર (Diaper) માંથી કૂલિંગ હેલ્મેટ બનાવી દીધું હોય? સામાન્ય રીતે કોઈ આવી કલ્પના પણ ન કરી શકે.

ધ્યાન દોરવા જેવું એ છે કે, આ અનોખા વીડિયોમાં તમને કંઈક આવો જ અતરંગી જુગાડ જોવા મળશે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિએ પહેલા ડાયપરમાં પાણી ભરીને તેને ફ્રિજમાં બરફની જેમ જામવા માટે મૂકી દીધું. ત્યારબાદ, ગરમીથી બચવા માટે તેનું એક અનોખું કૂલિંગ હેલ્મેટ બનાવીને માથા પર પહેરી લીધું.

અનોખો જુગાડ

આ અનોખો જુગાડ જોઈને તમારું મોં જરૂર ખુલ્લું ને ખુલ્લું રહી ગયું હશે. તમે વિચારી રહ્યા હશો કે, કેવા-કેવા લોકો છે. ઇન્સ્ટાગ્રામ પર આ અનોખા જુગાડને ‘maximum_manthan’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી કરોડો લોકો જોઈ ચૂક્યા છે.

રસપ્રદ વાત એ છે કે, 1.8 મિલિયનથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. એટલું જ નહીં, વીડિયો પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોઈનું કહેવું છે કે, આજકાલ દુનિયામાં કંઈ પણ શક્ય છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ જુગાડે તો હોશ ઉડાવી દીધા.

Trending Video: ભારે કરી ભાઈએ… ગરમીથી બચવા માટે AC રૂમ ન મળ્યો તો ATM ને જ બનાવી દીધો પોતાનો ‘Bedroom’

Follow Us