મુંબઇની લોકલ ટ્રેનમાં તુંડમિજાજી મહિલાએ વકીલાતનો રૌફ જતાવ્યો, Viral Video જોઇ તમે પણ સમસમી જશો

|

Feb 04, 2023 | 11:48 AM

મુંબઇની લોકલ ટ્રેનમાં એક ગરમમિજાજી મહિલાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં (Viral Video) મહિલા વકીલાતનો રૌફ જતાવીને એક મુસાફર સાથે ગેરવર્તણુંક કરી રહી છે.

મુંબઇની લોકલ ટ્રેનમાં તુંડમિજાજી મહિલાએ વકીલાતનો રૌફ જતાવ્યો, Viral Video જોઇ તમે પણ સમસમી જશો
મુંબઇની લોકલ ટ્રેનમાં મહિલાની ગેરવર્તણુંક (સાંકેતિક ફોટો)

Follow us on

આજકાલ લોકો નાની-નાની વાતમાં પણ પોતાનો મિજાજ જાહેરમાં પ્રદર્શિત કરી દેતા હોય છે. તેમાં પણ આજકાલ મહિલાઓની ગેરવર્તણુકના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મુંબઇની લોકલ ટ્રેનના કોઇ અજાણ્યા મુસાફર દ્વારા આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે. જેમાં એક ગરમમિજાજની મહિલાના ખરાબ વર્તનને લઇને સોશિયલ મીડિયા યુઝર્સ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. અને, મહિલાના વર્તનને લઇને યુઝર્સ સણસણતી કોમેન્ટ કરી રહ્યા છે. ટ્રેન્ડિંગ વીડિયો અહીં જુઓ.

જુઓ અંશુલ સક્સેના નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો છે. જુઓ આ વીડિયો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આ વિડિયોમાં મુંબઈ લોકલમાં મુસાફરી કરી રહેલા એક અજાણ્યા મુસાફરે વિડિયો રેકોર્ડ કરી શેર કર્યો છે કે કઈ રીતે એક તુંડમિજાજી મહિલા અને તેની સાથે રહેલો વ્યક્તિ ખોટા મુદ્દે પોતાને સાચો કરવાની ઉદ્ધતાઈ કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છેકે ભોગ બનનાર મુસાફર છોકરીને શાંતિથી કહી રહ્યો છે કે તે તેનો પગ ટ્રેન ની સીટ પરથી હટાવી લે પરંતુ સામે રહેલી છોકરી કહે છે કે તે તેના પગનો ફોટો લઈ શકે છે અને તે વકીલ છે. હવે વકીલ હોવાને લઈ શું આ રીતે વર્તન કરી શકાય ? સીટ પર આ રીતે બેસી શકાય ? મુસાફરોની બેસવાની જગ્યા એ શું આ રીતે પગ લંબાવીને બેસી શકાય? ખોટા મુદ્દે વકીલાત કરવા નિકળેલા આવા લોકોને કાયદાએ પાઠ ભણાવવાની જરૂર નથી લાગતી ?

હાલ તો આ વાયરલ વીડિયોને જોઇને સામાન્ય યુઝર્સ પણ સમસમી ઉઠયા છે. અને, મહિલાના આ વર્તન પર સવાલો ઉઠાવી રહ્યા છે. અને, આ મહિલાના વર્તન મામલે યોગ્ય પગલા લેવા જોઇએ તેવી પણ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

Published On - 11:46 am, Sat, 4 February 23

Next Article