Viral Video : રુમમાં ના મળી AC ફીટ કરવાની જગ્યા તો યુવકે કર્યો ગજબનો જુગાડ

|

Aug 24, 2024 | 5:14 PM

સોશિયલ મીડિયામાં સામે આવેલો આ વીડિયો એક દેશી જૂગાડનો છે અને તે પણ જે રીતે તે જુગાડ કર્યો છે તે જોઈ તમે પણ માથુ પકડી લેશો. આ વીડિયોમાં એક યુવકે જે જુગાડ કર્યો છે તે ખરેખર ચોંકાવનારો છે.

Viral Video : રુમમાં ના મળી AC ફીટ કરવાની જગ્યા તો યુવકે કર્યો ગજબનો જુગાડ
viral video

Follow us on

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે હવે તેના માધ્યમથી ફેમસ થવુ પણ આસાન બની ગયુ છે. લોકો પોતાની અલગ અલગ પ્રતિભા બતાવીને વીડિયો શેર કરતા હોય છે અને લાઈમ લાઈટમાં રહેતા હોય છે ત્યારે એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જે જોઈને લોકોના મગજ ચકરાય ગયા છે.

દેશી જુગાડનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં સામે આવેલો આ વીડિયો એક દેશી જૂગાડનો છે અને તે પણ જે રીતે તે જુગાડ કર્યો છે તે જોઈ તમે પણ માંથુ પકડી લેશો. આ વીડિયોમાં એક યુવકે જે જુગાડ કર્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. મોટાભાગે આપડે ઘરની રુમોમાં એસી ફીટ કરાવતા હોઈ એ છે ત્યારે તે એસી એવી જગ્યાએ ફીટ કરાવીયે છે કે તેની હવા અંદરથી બહાર ના જઈ શકે અને રુમને જલદી ઠંડુ કરી શકે.

AC ફીટ કરવા યુવકે લગાવ્યો જુગાડ

ત્યારે આ વીડિયોમાં યુવકને પોતાના ઘરમાં એસી ફીટ કરવા માટે યોગ્ય જગ્યા ન મળી તો તેણે એસીને રુમના દરવાજા પર જ ફીટ કરી દીધુ આ સાથે તેણે ગરમ હવા બાહર ફેકાય તે માટે આઉટ ડોર યુનિટને પણ દરવાજાની બહારની સાઈડ ફીટ કર્યું. આ વીડિયો જોઈ તમારું મગજ પણ ચકરાય જશે. જે રીતે ACને ફીટ કરવામાં આવ્યું છે તે જોઈ લોકો વીચારતા થઈ ગયા છે કે ભાઈ એ ગજબનો જુગાડ લગાવ્યો છે.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

આ સાથે ACને દીવાલ પર ફીટ કરવાની જંઝટ જ નહીં રહે આથી ના તો દીવાલ પર ડ્રીલ મશીન ચલાવવું પડશે ના તો કાણા પડશે. ત્યારે કેટલાક લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે કે ભાઈ આતો ખરેખર જબરદસ્ત છે, તો કોઈ કહે છે કે મુંબઈના લોકો માટે આ સારો વિકલ્પ છે.

ઈન્ટરનેટ પર જુગાડના અનેક વીડિયો સામે આવતા હોય છે પણ આ યુવકનો દેશી જુગાડ જોઈ દરેક વ્યક્તિ તેનું માંથુ પકડી લેશે. આ વીડિયો હાલ યુટ્યુબ ચેનલ @sibinabrahamphotography પરથી લેવામાં આવ્યો છે

Published On - 5:12 pm, Sat, 24 August 24

Next Article