Himachal Pradesh: નવા વર્ષની ઉજવણી વચ્ચે શિમલાના રિજ મેદાનમાં બ્લાસ્ટની ધમકી, પોલીસે ઓમિક્રોના બહાને સ્થળ ખાલી કરાવ્યું

|

Jan 01, 2022 | 11:12 AM

નવા વર્ષની ઉજવણી કરવા શિમલા પહોંચેલા હજારો પ્રવાસીઓ નિરાશ થઈ ગયા છે કારણ કે પોલીસે રાજધાનીના રિજ મેદાન અને મોલ રોડ ખાલી કરી દીધા, તેનું કારણ પાકિસ્તાન તરફથી તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી.

Himachal Pradesh: નવા વર્ષની ઉજવણી વચ્ચે શિમલાના રિજ મેદાનમાં બ્લાસ્ટની ધમકી, પોલીસે ઓમિક્રોના બહાને સ્થળ ખાલી કરાવ્યું
Himachal Pradesh Police vacated the ground

Follow us on

નવા વર્ષની ઉજવણી કરવા શિમલા પહોંચેલા હજારો પ્રવાસીઓ નિરાશ થઈ ગયા છે કારણ કે પોલીસે રાજધાનીના રિજ મેદાન અને મોલ રોડ ખાલી કરાવી દીધા છે. તેનું કારણ પાકિસ્તાન તરફથી તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની રાજધાની શિમલા(Shimla)ના રિજ મેદાન(Ridge Ground)માં શુક્રવારે સાંજથી ચાલી રહેલા નવા વર્ષની ઉજવણીને પોલીસે અચાનક અટકાવી દીધી હતી. કારણ કે રિજ મેદાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસે સાવચેતીના પગલા તરીકે પ્રવાસીઓથી ભરેલું રિજ મેદાનને ખાલી કરાવ્યું હતું. આ દરમિયાન ઓમિક્રોનને ટાંકીને પ્રવાસીઓને મેદાનમાંથી પરત મોકલવામાં આવ્યા હતા. જ્યારે પોલીસના મતે કારણ અલગ છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શિમલામાં પોલીસની સતર્કતા વધારી દેવામાં આવી હતી.

રાજધાની શિમલાના રિજ મેદાનમાં શુક્રવારે સાંજથી નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી. હજારો પ્રવાસીઓ મેદાનમાં એકઠા થયા હતા, આ દરમિયાન પાકિસ્તાન તરફથી આતંકવાદી ધમકી બાદ, સાવચેતીના ભાગરૂપે ચાલી રહેલી ઉજવણી અટકાવવામાં આવી હતી અને પોલીસે મેદાન ખાલી કરાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ મૂકવાની જવાબદારી કાશ્મીરી મૂળના વ્યક્તિને આપવામાં આવી હતી. લૉ અને ઑર્ડર જાળવવા માટે પોલીસને સાવચેતીના પગલા તરીકે હોટલ, ગુરુદ્વારા, મસ્જિદ, મંદિરો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ વગેરેમાં સતત ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઓમિક્રોનના વધતા ખતરાનું બહાનું કરીને મેદાન ખાલી કરવામાં આવ્યું હતું

પોલીસે અચાનક જ સાંજે 7.30 વાગ્યાની આસપાસ નવા વર્ષની ઉજવણી કરવા રાજધાની શિમલાના શિખર પર પહોંચેલા હજારો પ્રવાસીઓની ભીડને હટાવવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે રિજથી મોલ રોડ સુધીનો વિસ્તાર અચાનક ખાલી કરાવવામાં આવ્યો હતો. જે બાદ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન ડીસી શિમલા, એસડીએમ શિમલા શહેરી અને ઘણા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રિજ પર હાજર હતા.

રિજ મેદાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હંગામો મચી ગયો

સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હોટલ માલિકોને કહેવામાં આવ્યું હતું કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરો. એસપી શિમલાએ કહ્યું કે રિજ અને મોલ રોડને ખાલી કરાવવામાં આવ્યો છે કારણ કે રિજ મેદાન ભીડભાડથી ભરેલું હતું. જેથી આ પગલું ભર્યું હતું. શિમલા પોલીસના જણાવ્યા અનુસાર, ઇનપુટ મળ્યા છે કે પાકિસ્તાનનો એક શકમંદ શિમલાના રિજ મેદાનમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન બોમ્બ વિસ્ફોટની યોજના બનાવી રહ્યો છે. જે બાદ પોલીસે સાવચેતીના પગલારૂપે રિજ મેદાન ખાલી કરાવ્યું હતું અને શહેરમાં સતર્કતા વધારી દીધી હતી.

રિજ મેદાન અને મોલ રોડ પર સન્નાટો

સાંજે 7.30 વાગ્યે પોલીસે રિજ મેદાન ખાલી કરવાનું શરૂ કર્યું હતું. ભીડ થોડી ઓછી થતાં જ રિજ મેદાન પર પોલીસ કમાન્ડો અને ડોગ સ્કવોડ રિજ પર પહોંચી ગયા હતા. આ પછી ડોગ સ્કવોડે દરેક ખૂણામાં તપાસ શરૂ કરી. શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું અને શહેરના ખૂણે-ખૂણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આવતા-જતા વાહનોની તપાસ કરતા જોવા મળે છે.

Next Article