Viral Video: વૃંદાવન રામ મંદિરમાં પહોંચી અચાનક ભજન ગાવા લાગ્યા હેમા માલિની

વૃંદાવનના એક મંદિરમાં તેઓએ રામ ભજન ગાયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હેમા માલિની વૃંદાવનના રાધા રમણ મંદિરમાં ભજન ગાતી જોવા મળી રહ્યા છે.

Viral Video: વૃંદાવન રામ મંદિરમાં પહોંચી અચાનક ભજન ગાવા લાગ્યા હેમા માલિની
Hema Malini reached Vrindavan Ram temple and suddenly started singing bhajan Viral video
| Edited By: | Updated on: Jan 15, 2023 | 4:33 PM

હિન્દી સિનેમાની ડ્રીમ ગર્લ હેમા માલિની પોતાના સંસદીય ક્ષેત્ર મથુરા પહોંચ્યા હતા. ફિલ્મી દુનિયાની સાથે સાથે હેમા માલિનીએ રાજનીતિમાં પણ ઘણું નામ કમાવ્યું છે. ઉત્તર પ્રદેશના મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિની હાલમાં તેમના સંસદીય મતવિસ્તારના પ્રવાસે છે. જે દરમિયાન, હેમા માલિનીનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં હેમા વૃંદાવનના મંદિરમાં ભજન ગાતા જોવા મળી રહી છે.

 હેમા માલિનીનો ભજન ગાતો વીડિયો વાઈરલ

વૃંદાવનના એક મંદિરમાં તેઓએ રામ ભજન ગાયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હેમા માલિની વૃંદાવનના રાધા રમણ મંદિરમાં ભજન ગાતી જોવા મળી રહ્યા છે. હેમા માલિની ક્લાસિકલ ભરતનાટ્યમ નૃત્ય સંગીતમાં ખૂબ જ રસ ધરાવે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ તેને ઝડપથી શેયર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:Viral Video : અજીબોગરીબ ડ્રેસ પહેરી મોડલ્સે કર્યું રેમ્પવોક, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો

ANIએ ટ્વીટર હેન્ડલ પર શેયર કર્યો  વીડિયો

ન્યૂઝ એજન્સી ANIએ રવિવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર હેમા માલિનીનો લેટેસ્ટ વીડિયો શેયર કર્યો છે. હેમા માલિનીના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે સ્ટેજ પર માઈકની સામે ભજન ગાઈ રહ્યા છે. ANI દ્વારા આ વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે હેમા માલિનીએ શનિવારે વૃંદાવનના રાધા રમણ મંદિરમાં ભજન ગાયું હતું. આ સાથે હેમા માલિનીએ આ મંદિરમાં પૂજા પણ કરી છે.

હેમાનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમજ હેમા માલિનીના આ વીડિયોને ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે હેમા માલિનીને વાસ્તવિક જીવનમાં ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ છે. હેમાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાજર અનેક તસવીરો આનો પુરાવો છે.

મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી

આ પહેલા હેમા માલિનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ પોસ્ટ શેયર કરી છે. આ પોસ્ટ દ્વારા હેમા માલિની ચાહકોને મકર સંક્રાંતિ અને પોંગલની શુભેચ્છાઓ પાઠવી રહી છે. એ વાત જાણીતી છે કે રાજનીતિના કોરિડોરથી લઈને મનોરંજનની દુનિયા સુધી હેમા ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ હેમા માલિની સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં ગેસ્ટ તરીકે જોવા મળી હતી.