Viral : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ, સોશિયલ મીડિયા પર #VarunSingh થયુ ટ્રેન્ડ

|

Dec 15, 2021 | 3:51 PM

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે સારવાર દરમિયાન નિધન થયું છે. તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં તે એકમાત્ર બચી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Viral : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ, સોશિયલ મીડિયા પર #VarunSingh થયુ ટ્રેન્ડ
Group Caption Varun Singh Death

Follow us on

Viral : તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું (Varun Singh) સારવાર દરમિયાન નિધન થયું છે. 8 ડિસેમ્બરે કુન્નૂરમાં થયેલા આ અકસ્માતમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા, પરંતુ બુધવારે તે આ જીવનની લડાઈ હારી ગયા હતા. ભારતીય વાયુસેનાએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત(CDS Bipin Rawat) અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા.

ત્યારે હાલ ટ્વિટર પર #groupcaptainvarunsingh, #VarunSingh અને RIP Sir ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. ગ્રુપ કેપ્ટનના નિધનથી સમગ્ર દેશમાં ફરી એકવાર શોકનું વાતાવરણ છે. ભારત માતાના આ બહાદુર પુત્રને લોકો સોશિયલ મીડિયા પર આ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

યુઝર્સ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

ઉલ્લેખનીય છે કે, 8 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા. જેમનુ સારવાર દરમિયાન આજે નિધન થયુ છે.

 

આ પણ વાંચો : અલવિદા વરુણ સિંહ : તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન

આ પણ વાંચો : ‘દિલધડક રેસક્યુ’ : વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવવા આકાશમાંથી ઉતર્યો દેવદૂત, જુઓ Video

 

Next Article