ભોજપુરી સોંગ સાંભળીને વરરાજાને ચડ્યુ શુરાતન ! ફેરા પડતા મુકીને કરવા લાગ્યા ડાન્સ, જુઓ VIDEO

|

Dec 17, 2021 | 5:18 PM

આજકાલ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં વરરાજા ફેરા પડતા મુકીને ડાન્સ કરતા જોવા મળે છે.

ભોજપુરી સોંગ સાંભળીને વરરાજાને ચડ્યુ શુરાતન ! ફેરા પડતા મુકીને કરવા લાગ્યા ડાન્સ, જુઓ VIDEO
Groom Dancing video goes viral

Follow us on

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા(Social Media)  પર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે.ક્યારેક લગ્નની વિધિ તો ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી ((Bride-Groom) લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. તમે લગ્નમાં મહેમાનોને ડાન્સ કરતા જોયા હશે.પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પોતાના જ લગ્નમાં વરરાજા ડાન્સ કરતા જોવા મળે છે.એટલુ જ નહી,ભોજપુરી સોંગ (Bhojpuri SOng) વાગતા જ આ વરરાજાને એવુ તો શુરાતન ચડે છે કે,ફેરા પડતા મુકીને ડાન્સ કરવા લાગે છે.આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

દુલ્હને અટકાવ્યા છતા ન માન્યા વરરાજા

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે,ભોજપુરી સોંગ સાંભળતા જ વરરાજા ડાન્સ (Dance) કરવા માટે ઉત્સાહિત થઈ જાય છે. પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર yourfunzone પરથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા મંડપમાં બેઠા છે અને પંડિતજી મંત્રનો પાઠ કરી રહ્યા છે, પરંતુ અચાનક એક ભોજપુરી સોંગ વાગે છે અને વરરાજા ડાન્સ કરવા માટે એટલા ઉત્સાહિત થાય છે કે લગ્ન પડતા મુકીને ડાન્સ કરવા લાગે છે. આ જોઈને મહેમાનો પણ હસવા લાગે છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ જોઈને દુલ્હન-વરરાજાનો હાથ પકડીને તેને બેસાડે છે. છતા પણ વરરાજા અટકવાનુ નામ નથી લઈ રહ્યા. બાદમાં વરરાજા દુલ્હન સાથે જ ડાન્સ કરવા લાગે છે.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે લખ્યુ કે, પછી લગ્ન પૂરા થયા કે..? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,વરરાજા આટલો ઉત્સાહ સારો નહિ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા(Funny Comments)  નોંધાવી રહ્યા છે.

 

આ પણ વાંચો : Jugaad : ખેડુતે છાણ ઉપાડવા લગાવ્યુ ગજબનુ દિમાગ, આ દેશી જુગાડ જોઈને લોકોની આંખો ચાર થઈ !

આ પણ વાંચો : OMG : મહિલાને કોલોની પરિસરમાં રખડતા કૂતરાઓને ખવડાવવું ભારે પડ્યું ! સોસાયટીએ આઠ લાખનો ફટકાર્યો દંડ

Published On - 5:16 pm, Fri, 17 December 21

Next Article