AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Viral Video : પૌત્રના લગ્નમાં દાદા થયા હરખઘેલા, કર્યો જબરદસ્ત ડાન્સ, લોકોએ કહ્યું- આ છે ‘સુપરથી પણ ઉપર’

Dance Viral Video : આ દિવસોમાં એક દાદાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના પૌત્રના લગ્નમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જેને જોયા પછી તમે પણ ચોક્કસ દંગ રહી જશો.

Dance Viral Video : પૌત્રના લગ્નમાં દાદા થયા હરખઘેલા, કર્યો જબરદસ્ત ડાન્સ, લોકોએ કહ્યું- આ છે 'સુપરથી પણ ઉપર'
Dance Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 6:45 AM
Share

ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, ઉંમર માત્ર એક સંખ્યા છે. જો સાચા અર્થમાં જોવામાં આવે તો વ્યક્તિ જ્યાં સુધી માનસિક રીતે વૃદ્ધ ન થાય ત્યાં સુધી પોતાને વૃદ્ધ ન ગણવો જોઈએ. જ્યારે ઘણા લોકો 50 વર્ષની ઉંમરે પોતાને વૃદ્ધ માને છે, તો ઘણા લોકો 90ની ઉંમર સુધી આ વાત માનતા નથી. આવા જ એક વૃદ્ધનો વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ પોતાના પૌત્રના લગ્નમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. પરફોર્મન્સ દરમિયાન તેની અંદરનો ઉત્સાહ અદ્ભુત છે.

આ પણ વાંચો : ‘યાર મેરા તિતલિયાં વર્ગા…’ ગીત પર કાકા ઝૂમ્યા, લોકોએ કહ્યું- ઉંમર માત્ર એક સંખ્યા છે

લગ્નના ઘણા ડાન્સ વીડિયો ઘણી ધમાલ મચાવે છે પરંતુ કેટલાક સંબંધીઓ એવા પણ હોય છે. જેઓ પોતાના ડાન્સથી આ ખાસ દિવસને હંમેશા માટે યાદગાર બનાવી દે છે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાત થોડી અલગ છે. કારણ કે અહીં એક દાદા તેમના પૌત્રના લગ્નમાં ડાન્સ કરતા જોવા મળે છે. તે ગીતના દરેક સ્ટેપ સાથે મેચ કરતા જોવા મળે છે. દાદાના આ ડાન્સને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને વાયરલ પણ થઈ રહી છે.

અહીં, વીડિયો જુઓ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ લગ્ન સમારોહમાં ડાન્સ કરતા જોવા મળે છે. ક્લિપમાં ગીતનો અવાજ સાંભળીને સમજી શકાય છે કે તે નેપાળના કોઈ ગામનો છે. એક વૃદ્ધ માણસ તેના પૌત્રના લગ્નમાં જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળે છે. આજુબાજુ ઉભેલા લોકો તેનો ડાન્સ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેની ઉંમરમાં આ રીતે ડાન્સ કરવો એ મોટી વાત છે, કારણ કે આ ઉંમરમાં લોકો યોગ્ય રીતે ઊભા પણ નથી થઈ શકતા. ખરા અર્થમાં જોવામાં આવે તો આ એક દાદાની ખુશી છે.

આ વીડિયોને Instagram પર everythingaboutnepal નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ચાર હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોયો છે. એક યુઝરે લખ્યું, “મૌજ કરદી દાદા જી.” જ્યારે બીજા યુઝરે લખ્યું, “તેમની ઉંમર 90ની આસપાસ હશે પરંતુ આ રીતે તેનો કોન્ફિડન્સ અદ્ભુત છે.” અન્ય એક યુઝરે લખ્યું, “દાદાની ખુશી છે તેમના પૌત્ર મેરેજમાં દેખાય રહી છે.”

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">