Funny Video : દાદા DJની ધૂનમાં ભુલ્યા ભાન ! પછી ગુસ્સે થયેલા દાદીએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

|

Dec 23, 2021 | 4:33 PM

આ દિવસોમાં લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં DJની ધૂનમાં દાદા એવા તો મશગુલ થઈ જાય છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Funny Video : દાદા DJની ધૂનમાં ભુલ્યા ભાન ! પછી ગુસ્સે થયેલા દાદીએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે
Grand father was dancing

Follow us on

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા (Social Media) પર લગ્ન સંબધિત વીડિયો દરરોજ વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયોમાં લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી (Bride-Groom) તો ક્યારેક ડાન્સ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનતા હોય છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દાદા લગ્નમાં ડાન્સ કરી રહ્યા છે, આ દરમિયાન દાદી કંઈક એવુ કરે છે, તે જોઈને તમે પણ હસીને લોટ-પોટ થઈ જશો.

દાદીએ આ રીતે પાઠ ભણાવ્યો !

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ખુલ્લા મેદાનમાં એક DJ રંગબેરંગી લાઈટિંગ સાથે ધમાકેદાર સોંગ વગાડી રહ્યુ છે. આ સોંગ સાંભળીને એક દાદા પણ ડાન્સ કરવા લાગે છે, આ જોઈને દાદી ખુબ જ ગુસ્સે થઈ જાય છે. એટલુ જ નહિ તે લાકડી લઈને દાદાને મારતા જોવા મળી રહ્યો છે. આ જોઈને આસપાસ ઉભેલા લોકો પણ હસવા લાગે છે. આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી memewalanews પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે, ભાન ભુલેલા દાદાને દાદીએ બરાબરનો પાઠ ભણાવ્યો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, દાદીના ગુસ્સાએ તો ભારે કરી…! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : મોબાઈલનો વરઘોડો : ચાવાળાએ પોતાની દિકરી માટે ખરીદ્યો મોબાઈલ, બેન્ડવાજા અને બગી દ્વારા કર્યુ ભવ્ય સ્વાગત !

આ પણ વાંચો : લો બોલો ! દરિયામાં ડૂબેલુ જહાજ જોવા ગયેલા મંત્રીનું પણ પ્લેન ક્રેશ, દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Next Article