સ્ટંટ કરવું સરળ કામ નથી. આ માટે લોકોએ ઘણી મહેનત કરવી પડે છે. ઘણી વખત એવું બને છે કે લોકોને એક જ સ્ટંટ કરવા માટે ઘણા મહિનાઓ સુધી સતત પ્રેક્ટિસ કરવી પડે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તેનો સ્ટંટ પરફેક્ટ થાય છે. તમે ફિલ્મોમાં ઘણા સ્ટંટ જોયા જ હશે, જે જોવામાં સરળ લાગે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે કરવા ઘણા મુશ્કેલ છે.
સોશિયલ મીડિયા (Social Media)પર સ્ટંટના ઘણા વીડિયો (તે સાયકલ સ્ટંટ હોય કે બાઈક હોય) અવારનવાર વાયરલ (Viral Videos) થાય છે, જે જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક સ્ટંટ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે આશ્ચર્યજનક છે, પરંતુ અંતે શું થાય છે તે જોઈને તમે પણ હસી પડશો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી ઝડપથી સાઈકલ ચલાવીને આવે છે અને અચાનક બ્રેક લગાવીને જબરદસ્ત સ્ટંટ બતાવે છે. અચાનક બ્રેક મારવાને કારણે તેની સાયકલનું પાછળનું વ્હીલ ઉંચુ થઈ જાય છે. તે આ શાનદાર સ્ટંટ પર ખુશ થઈ રહી હતી એટલીવારમાં પાછળથી એક છોકરાએ તેની આશાઓ (Funny Viral Videos)પર પાણી ફેરવી દીધું.
ખરેખર, છોકરો પણ ઝડપી સાઇકલ ચલાવીને આવે છે અને કદાચ બ્રેક લગાવવાનું ભૂલી જાય છે. જેમા તે આગળ ઉભેલી યુવતીની સાયકલને જોરથી ધક્કો મારે છે. આ પછી બંને ત્યાં જ પડી જાય છે. અચાનક બનેલી આ ઘટનામાં છોકરીની સાયકલને તો બહુ નુકસાન નથી થયું, પરંતુ છોકરાની સાયકલના બે ટુકડા થઈ ગયા અને સાથે જ તેના હાથમાં પણ નાની-મોટી ઈજા થઈ. જો કે, બંને તરત જ ઉભા થઈ જાય છે. એવી રીતે જાણે કંઈ બન્યું જ ન હોય.
સોશિયલ મીડિયા પર લોકો આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર best.failsever નામથી શેર કરવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, ‘Obviously the bikes don’t have brakes.’.
આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 84 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘છોકરાએ છોકરીનો સ્ટંટ બગાડ્યો’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘રસ્તો આટલો પહોળો છે, પાછળ ચાલનાર આંધળો હોશે’.
આ પણ વાંચો: Jharkhand Crime News: ઝારખંડમાં નક્સલીઓએ વરસાવ્યો કહેર, 23 મહિનામાં 35 ગ્રામજનોના લીધા જીવ
આ પણ વાંચો: Viral Video: જંગલના રાજાએ ઘૂંટણે પડી આ શું કર્યું ? સોશિયલ મીડિયા પર યૂઝર્સ થયા કન્ફ્યૂઝ