Dance Viral Video : ‘દીદી’એ રસોડામાં કર્યો આવો જબરદસ્ત ડાન્સ, લોકોએ કહ્યું- કિલર પરફોર્મન્સ

|

Sep 22, 2022 | 10:20 AM

સોશિયલ મીડિયા (Social media) પર એક છોકરીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરીએ એવો ડાન્સ કર્યો છે કે લોકો હસી પડ્યા છે. નેટીઝન્સ કહે છે કે 'દીદી'એ કેવું કિલર પરફોર્મન્સ આપ્યું છે!

Dance Viral Video : દીદીએ રસોડામાં કર્યો આવો જબરદસ્ત ડાન્સ, લોકોએ કહ્યું- કિલર પરફોર્મન્સ
girl dance viral video

Follow us on

ડાન્સ (Dance Video) કરવાનું કોને ન ગમે ? જોરથી મ્યુઝિક (Music) વાગતાની સાથે જ લોકોના પગ આપોઆપ થરકવા લાગે છે. એ અલગ વાત છે કે કેટલાક લોકો પોતાની પ્રતિભા દર્શાવવામાં જરાય અચકાતા નથી. આવા લોકો કાં તો બાથરૂમ ડાન્સર હોય છે અથવા તો બંધ રૂમમાં જ આ શોખ પૂરો કરે છે. હાલ સોશિયલ મીડિયા પર એક છોકરીનો ડાન્સ વીડિયો (Dance Video) ઘણો ધૂમ મચાવી રહ્યો છે. જેમાં છોકરીએ રસોડામાં એવો જબરદસ્ત ડાન્સ કર્યો છે કે નેટીઝન્સ પણ કહી રહ્યા છે – ‘દીદી’ એ કિલર પરફોર્મન્સ આપ્યું છે. જો કે, આ વાયરલ ક્લિપ જોઈને તમે પણ હસવા લાગશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી રસોડામાં ઉભી છે. આ પછી આ છોકરી ફિલ્મ ‘ભાગ જોની’ના સુપરહિટ ‘મમી ડેડી’ ગીત પર એવા ડાન્સ મૂવ્સ બતાવે છે કે ન પૂછો વાત. આ જોઈને તમને હસવું આવશે. ત્યારે તમે કહેશો- ‘મેં આવો ડાન્સ પહેલીવાર જોયો છે.’ જે હોય તે પણ વીડિયોમાં છોકરીની એનર્જી જોવા જેવી છે. તેણે જે પણ ડાન્સ કર્યો છે તેમાં તેણે પોતાની પુરી જાન લગાવી દીધી છે. તો ચાલો જોઈએ આ વીડિયો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છોકરીનો ડાન્સ જૂઓ…

યુવતીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘દીદી માટે એક બોયફ્રેન્ડને ટેગ કરો.’ એક દિવસ પહેલા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 55 હજાર લોકો તેને લાઈક કરી ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ તેના પર કમેન્ટ કરી છે. આ વીડિયો જોઈને ઘણા લોકો હસી રહ્યા છે, મોટાભાગના નેટીઝન્સ તેમના મિત્રોને ટેગ કરી રહ્યા છે અને લખી રહ્યા છે – ‘ભાભી મિલ ગઈ, મિલ ગઈ.’

એક યુઝરે મિત્રોને ટેગ કરતાં કોમેન્ટ કરી છે કે, ‘ભાઈ, મને તમારા માટે ગર્લફ્રેન્ડ મળી છે.’ તો બીજી એક યુઝરે લખ્યું છે, ‘આ પરફેક્ટ છે.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘રહેમ કરો દીદી.’ એકંદરે, યુવતીના ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

Next Article