OMG : ઓનલાઈન ગેમ રમતા થયેલા પ્રેમનું આવ્યું ઓફલાઈન પરિણામ, ઘર છોડીને ભાગી છોકરી, જાણો પછી શું થયું

|

Aug 27, 2021 | 1:29 PM

છોકરીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરતા તેમને જાણકારી મળે કે છોકરી મહારાષ્ટ્રના ભિગવણમાં છે. પોલીસની એક ટીમ તેમના પરિવાર સાથે આ છોકરીને લેવા મહારાષ્ટ્ર પહોંચી

OMG : ઓનલાઈન ગેમ રમતા થયેલા પ્રેમનું આવ્યું ઓફલાઈન પરિણામ, ઘર છોડીને ભાગી છોકરી, જાણો પછી શું થયું
Girl elopes from home after finding love through online game

Follow us on

કોઇએ સાચુ જ કીધુ છે કે પ્રેમ ક્યારે અને કોની સાથે થઇ જાય તેના પર કોઇનો કંટ્રોલ નથી હોતો. આ જ વાતને સાચી સાબિત કરતો એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે જેમાં લૉકડાઉનમાં ઓનલાઇન ગેમ રમતા રમતા એક મરાઠી છોકરાને હરિયાણાની એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો. જોકે પોતાની પ્રેમ કહાણીને સુખદ અંત આપવા માટે તેમણે કાયદાની મદદ લેવાનો પ્રયાસ કરવો પડ્યો.

આજના ડિજીટલ જમાનામાં પ્રેમની પરિભાષા પણ બદલાયેલી જોવા મળે છે. ઇન્ટરનેટના યુગમાં હવે ઓનલાઇન ડેટિંગનું ચલણ વધી ગયુ છે. લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી એકબીજાને મળે છે. અલગ અલગ શહેર, રાજ્યના લોકો એકબીજા સાથે પ્રેમમાં પડે છે અને પછી એકબીજા સાથે જીવવાના પ્રયત્નો કરે છે. તેવામાં મહારાષ્ટ્ર બારામતી પાસે આવેલા ભિગવન ગામના એક છોકરાને પણ ઓનલાઇન એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો.

તો વાત કઇક એમ છે કે, કોરાના મહામારીના સમયમાં જ્યારે લૉકડાઉન દરમિયાન બધા લોકો પોતપોતાના ઘરમાં હતા ત્યારે ઓનલાઇન ગેમ રમતા રમતા આ 19 વર્ષના છોકરાને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો. આ સમયે હરિયાણાના ભવાની જિલ્લામાં દાદરી તાલુકામાં બધરાઇ સ્થિત એક ગામની છોકરી પણ ફ્રી ફાયર ગેમ રમી રહી હતી. ઓનલાઇન ગેમ રમતા રમતા આ બંને વચ્ચે દોસ્તી થઇ ગઇ અને ધીમે ધીમે તેમની દોસ્તી પ્રેમમાં ફેરવાઇ ગઇ હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વોટ્સએપ પર ચેટિંગ કરતા કરતા તેઓ એકબીજાને વધુ ઓળખતા થયા અને એકબીજા સામે પ્રેમની કબૂલાત પણ કરી દીધી. બસ પછી શું બંનેએ એક બીજા સાથે જીવવા મરવાની કસમો ખાઇ લીધી. આ વચ્ચે છોકરીના ઘરવાળાઓએ તેના લગ્ન નક્કી કરી દીધા. છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી અને ઘરેથી ભાગી ગઇ. હજારો કિલોમીટરની યાત્રા કરીને તે મહારાષ્ટ્રના પુણે જીલ્લાના દૌંડ રેલવે સ્ટેશન પર પહોંચી. અહીંથી છોકરાના મામાએ આ છોકરીને પિકઅપ કરી અને ઘરે લઇ ગયા.

આ દરમિયાન છોકરીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરતા તેમને જાણકારી મળે કે છોકરી મહારાષ્ટ્રના ભિગવણમાં છે. પોલીસની એક ટીમ તેમના પરિવાર સાથે આ છોકરીને લેવા મહારાષ્ટ્ર પહોંચી અને છોકરા છોકરીના પરિવારને સામ સામે બેસાડીને મિટીંગ કરાવી. દરમિયાન છોકરીએ માતા-પિતાએ સાથે જવાની ના પાડી દીધી જેથી. તેનો પરિવાર નારાજ થઇ ગયો અને પાછો જતો રહ્યો.

હવે બંનેને લાગી રહ્યુ હતુ કે તેમનો પ્રેમ સફળ થઇ ગયો છે અને હવે તેમના લગ્ન થઇ જશે પરંતુ કહાણીમાં એક ટ્વીસ્ટ આવ્યો. છોકરીની ઉંમરતો 21 વર્ષની હતી પરંતુ છોકરો હજી 19 વર્ષનો જ હોવાથી તેમના લગ્નમાં અડચણ ઉભી થઇ.

આ પણ વાંચો –

Gold Price Today : ટૂંક સમયમાં સોનું 50,000 ના સ્તરે પહોંચવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો –

Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ

Next Article