Viral Video : રાજપાલ યાદવનો નાગિન ડાન્સ થયો વાયરલ, યુઝર્સે કહ્યું – ઓલ્ડ ઈઝ ગોલ્ડ !

વર્ષોથી ફિલ્મોમાં કોમેડી રોલમાં જોવા મળતા રાજપાલ યાદવ આજે પણ લોકોને હસાવી લોટપોટ કરી નાંખે છે. હાલમાં રાજપાલ યાદવનો એક આવો જ મનોરંજક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : રાજપાલ યાદવનો નાગિન ડાન્સ થયો વાયરલ, યુઝર્સે કહ્યું - ઓલ્ડ ઈઝ ગોલ્ડ !
Funny Viral Video
| Edited By: | Updated on: Mar 02, 2023 | 9:02 AM

બોલિવૂડની કેટલીક ફિલ્મો લોકોને એવું મનોરંજન આપે છે કે લોકો તેને વર્ષો સુધી યાદ રાખે છે. ફિલ્મોમાં કામ કરતા અભિનેતા પણ લોકોના દિલો પર વર્ષો સુધી યાદ રાખે છે. રાજપાલ આવા જ એક અભિનેતામાંથી એક છે. વર્ષોથી ફિલ્મોમાં કોમેડી રોલમાં જોવા મળતા રાજપાલ યાદવ આજે પણ લોકોને હસાવી લોટપોટ કરી નાંખે છે. હાલમાં રાજપાલ યાદવનો એક આવો જ મનોરંજક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક લગ્નના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બેક્રગ્રાઉન્ડમાં ભારતીયોને પ્રિય એવું નાગીન સોન્ગ વાગી રહ્યુ છે જેના પર અભિનેતા રાજપાલ યાદવ ફેમસ નાગિન ડાન્સ કરી રહ્યો છે. ડાન્સ કરતી વખતે તેને આસપાસના લોકોનું ભાન રહેતું નથી અને ભાનભૂલીને તે રમૂજી રીતે ડાન્સ કરે છે. વાયરલ થઈ રહેલો વીડિયો કયા સમયનો છે અને કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે આ વીડિયો કોઈ ફિલ્મની શૂટિંગ દરમિયાનનો છે.

આ રહ્યો રાજપાલ યાદવનો ડાન્સ વીડિયો

 

આ પણ વાંચો :  Viral Video : મંદિરમાં પહેલીવાર જોવા મળ્યો ‘રોબોટિક હાથી’, પૂજારીએ આ રીતે કરી પૂજા

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આજે પણ આ માણસ લોકોને હસાવી હસાવીને લોટપોટ કરાવી નાંખે છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ખુબ સરસ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ઓલ્ડ ઈઝ ગોલ્ડ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો :  Funny Viral Video : દુલ્હા-દુલ્હને કેમેરામાં કેદ કરવા ગઈ પણ નહેરમાં પટકાઈ મહિલા, યુઝર્સ હસી હસીને થયા લોટપોટ