Christmas 2021: ક્રિસમસ ટ્રીના ઇતિહાસથી લઈને આધુનિક સાન્તા સુધી, જાણો નાતાલના તહેવારની રસપ્રદ વાતો

|

Dec 25, 2021 | 10:04 AM

25 ડિસેમ્બરનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તેની ઉજવણીની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. આજે ક્રિસમસના અવસર પર જાણો આ તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો.

Christmas 2021: ક્રિસમસ ટ્રીના ઇતિહાસથી લઈને આધુનિક સાન્તા સુધી, જાણો નાતાલના તહેવારની રસપ્રદ વાતો
Interesting things related to the Christmas festival

Follow us on

ક્રિસમસ (Christmas festival)દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. તેની ઉજવણી કરવા માટે, તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે 25 ડિસેમ્બરના રોજ, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ઈસુ ખ્રિસ્તને ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જીસસના જન્મના પ્રારંભિક સમયમાં તેમનો જન્મદિવસ આ રીતે ઉજવવામાં આવતો ન હતો, પરંતુ ચોથી સદી આવતા આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવવા લાગ્યો.

દર વર્ષે આ દિવસે લોકોમાં નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવે છે. જેમાં દરેક જગ્યાએ ક્રિસમસ ટ્રી શણગારવામાં આવે છે, સફેદ દાઢીવાળા સાન્તા લાલ કપડા પહેરીને બાળકોને ભેટ અને ખુશીઓ વહેંચતા જોવા મળે છે. લોકો ચર્ચમાં જઈને ઈસુની સામે મીણબત્તીઓ પ્રગટાવે છે અને પવિત્ર બાઈબલ વાંચે છે. આ પછી, આ તહેવાર પર એકબીજાને અભિનંદન પાઠવે છે. આજે 25 ડિસેમ્બર શનિવારના રોજ વિશ્વભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર અહીં જાણો આ તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો.

નાતાલ વિશે ખાસ વાતો:

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

1. ક્રિસમસનો તહેવાર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ખુશીમાં ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમ (Bethlehem)માં થયો હતો. ઈસુના માતા-પિતા નાઝરેથ (Nazareth)ના રહેવાસી હતા, જે હાલમાં પેલેસ્ટાઈન (Palestine)પ્રદેશમાં છે. તેથી જ ઈસુ ખ્રિસ્તને નાઝરેથના ઈસુ પણ કહેવામાં આવે છે.

2. એવું કહેવાય છે કે જ્યારે ઇસુનો જન્મ થયો હતો, ત્યારે દેવતાઓ તેમના માતાપિતાને અભિનંદન આપવા આવ્યા હતા. ઇસુના જન્મ પ્રસંગે, ફર (Fur Tree) વૃક્ષને તારાઓથી શણગારવામાં આવ્યું હતું, જે પાછળથી ક્રિસમસ ટ્રી (Christmas tree) તરીકે ઓળખાવા લાગ્યું. ત્યારથી દર વર્ષે નાતાલના અવસરે ક્રિસમસ ટ્રીને શણગારવાની પ્રથા શરૂ થઈ.

3. નાતાલના તહેવારને ખાસ બનાવવામાં સાન્તાની પણ મોટી ભૂમિકા છે. એવું કહેવાય છે કે વાસ્તવિક સાન્તા સંત નિકોલસ (Saint Nicholas)હતા, જેનો જન્મ જીસસ ક્રાઈસ્ટના મૃત્યુના લગભગ 280 વર્ષ પછી માયરામાં થયો હતો. નાનપણથી જ તેમને ઈસુમાં અતૂટ શ્રદ્ધા હતી. તેઓ એક ખ્રિસ્તી પાદરી અને પછી બિશપ બન્યા.

4. તેઓને જરૂરિયાતમંદ બાળકોને ભેટ આપવાનું ખુબ ગમતું હતું. પરંતુ તેઓ આ ભેટો મધ્યરાત્રિએ વહેંચતા હતા, જેથી તેમનું નામ કોઈને ખબર ન પડે. તેની ઉદારતા જોઈને લોકો તેને સેન્ટ નિકોલસ કહેવા લાગ્યા. મૃત્યુ પછી એ જ સંત ધીમે ધીમે સાન્તા બની ગયા.

5. અમેરિકાના રાજકીય કાર્ટૂનિસ્ટ થોમસ નાસ્ટે આધુનિક સાન્ટાને લોકપ્રિય બનાવવાનું કામ કર્યું. 3 જાન્યુઆરી, 1863 ના રોજ, પ્રથમ વખત, મેગેઝિનમાં સાન્તા ક્લોઝ (Santa Claus)નું દાઢી સાથેનું કાર્ટૂન છપાયું. તેણે ઘણા લોકોને આકર્ષ્યા. આ સાન્ટાના ચહેરાનો ઉપયોગ વિવિધ બ્રાન્ડના પ્રચાર માટે કરવામાં આવતો હતો. સફેદ દાઢી ધરાવતા આ આધુનિક સાન્તા સતત 35 વર્ષ સુધી કોકા-કોલાની એડમાં દેખાયા. જેના કારણે સાન્તાનો આ અવતાર લોકોના મનમાં બેસી ગયો અને સાન્તાનું સ્વરૂપ પ્રખ્યાત થઈ ગયું.

આ પણ વાંચો: Christmas 2021 : કોરોનાને પગલે દીવની સેન્ટ પોલ ચર્ચમાં નાતાલની સાદગીપૂર્વક ઉજવણી

આ પણ વાંચો: Year Ender 2021: વાવાઝોડા અને વરસાદે સર્જેલી તારાજીથી લઈ કૃષિ કાયદા સુધી વર્ષમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ પર એક નજર

Published On - 9:40 am, Sat, 25 December 21

Next Article