
અતિથિ દેવો ભવ: ની સંસ્કૃતિને વરેલા આપણો દેશ હંમેશા ભારત ફરવા આવતા વિદેશીઓનું સન્મામ કરે છે. હાં કેટલાક અપવાદ જરૂર સામે આવે છે પરંતુ મોટાભાગના ભારતીયો ક્યારેય પણ કોઈપણ વિદેશીને નુકસાન પહોંચાડવાનું વિચારતા નથી. ઈન્ટરનેટ પર અન્ના બકલર નામની એક યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે જેમા તે સ્પેલન્ડર લઈને જઈ રહેલા બે યુવકો પાસે મંદિર જવા માટે લિફ્ટ માગતી જોવા મળે છે.
જ્યારે અન્ના બકલર મંદ્ર જવા માટે રોડ પર લિફ્ટ માગી રહી હોય છે ત્યારે જ બે યુવકો સ્પેલન્ડર બાઈક લઈને ત્યાંથી પસાર થતા દેખાય છે. તેમને જોઈને તે તુરંત પૂછે છે કે શું તમે મને મંદિર સુધી લિફ્ટ આપી શકશો? બાઈકસવારે તુરંત તેમની બાઈક તેમના તરફ વાળી અને તેમને બેસવા માટે પર્યાપ્ત જગ્યા કરી દીધી. આપને જણાવી દઈએ કે સ્પેલન્ડર પર પહેલેથી બે યુવકો સવાર હતા. છતા તેમણે મહિલાને લીફ્ટ આપી અને તેમનો જેન્ટલમેન સ્વભાવ પણ દર્શાવ્યો. મહિલા સાથે કોઈ જ પ્રકારનું અણછાજતુ વર્તન ન કર્યુ અને તે વ્યવસ્થિત બેસી શકે તેટલી જગ્યા પણ કરી દીધી, જે બાદ રસ્તામાં આવતા પૌરાણિક સૂર્ય મંદિરે મહિલાને ડ્રોપ કરી.
ભારતમાં એકલી હોવા છતા મહિલા 2 યુવકોની બાઈક પર બેસવાનું રિસ્ક લે છે. ગલતા ઘાટી, જયપુરમાં સ્થિત ભગવાન સૂર્ય નારાયણના પ્રાચીન મંદિરે પહોંચી વિદેશી મહિલા મંદિરે દર્શન રે છે અને બહાર નીકળી ત્યાં ફરી રહેલી અન્ય મહિલાઓ સાથે વાત કરે છે અને તેમા જ તેની 40 સેકન્ડ પસાર થઈ જાય છે.
અન્ના બકલર (@goingannawhere) એ ઈન્સ્ટાગ્રામ પર Reel ને શેર કરી.હાલ તેની આ રીલ વાયરલ થઈ ગઈ છે અને 18.5 હજાર યુઝર્સે તેને લાઈક કરી છે. જ્યારે 4.5 લાખથી વધુ વાર તેને જોવામાં આવી છે. ઈન્સ્ટા પર અન્નાના નજીકના 24 હજારથી વધુ ફોલોવર્સ છે, જે સોશ્યિલ મીડિયા પર ઘણા સક્રિય હોય છે.
વિદેશી મહિલાના લિફ્ટ લેવાને લઈને યુઝર્સ તેને કમેન્ટ સેક્શનમાં ચેતવતા પણ જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે આવુ ફરી ન કરતા. આ રીલના કમેન્ટ સેક્શનમાં 240થી ઉપર રિએક્શન આવ્યા છે. પરંતુ ઉપરની 4 કમેન્ટ્સને ઘણી લાઈક કરવામાં આવી છે.