Viral Video : ભરઉનાળે વાયરલ થયો Mango Pani Puri નો વીડિયો, યુઝર્સે કહ્યું – બસ કરો ભાઈ !

Funny Viral Video : હાલમાં કેરીના રસનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ અનેક સોશિયલ મીડિયા યુઝર્સ રોષ વ્યક્ત કરી રહ્યાં છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ. 

Viral Video : ભરઉનાળે વાયરલ થયો  Mango Pani Puri નો વીડિયો, યુઝર્સે કહ્યું - બસ કરો ભાઈ !
Mango pani puri shots
| Edited By: | Updated on: Apr 20, 2023 | 6:28 PM

1 વર્ષમાં આપણે 3 જેટલી ઋતુઓનો અનુભવ કરીએ છે. દરેક ઋતુમાંં અલગ અલગ ફૂડ ટ્રેન્ડમાં હોય છે. જેમ કે ચોમાસામાં ગરમાગરમ ભજીયા, શિયાળામાં ગરમાગરમ લોચો અને ઉનાળામાં સરસ મજાનો ઠંડો કેરીનો રસ. હાલમાં કેરીના રસનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ અનેક સોશિયલ મીડિયા યુઝર્સ રોષ વ્યક્ત કરી રહ્યાં છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

આજના સમયમાં હરિફાઈમાં તકી રહેવા માટે ફૂડ સ્ટોલ ચલાવનારા લોકો પણ નવી નવી ફૂડ ડિશ બનાવી રહ્યાં છે. પણ કઈ નવું કરવાના ચક્કરમાં તેઓ ખુબ ખરાબ ફૂડ ડિશ બનાવતા હોય છે. હાલમાં એક વ્યક્તિએ કેરીના રસથી પાણી પૂરી તૈયાર કરી છે. આખા વીડિયોમાં કેરીના રસવાળી પાણી પૂરીની મેકિંગ જોવા મળી રહી છે. આ વીડિયો પર યુઝર્સ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યાં છે.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Funny Viral Video: સ્કૂટી લોક કરીને શરુ કરવાનો પ્રયત્ન કરી રહી હતી યુવતી, હસી હસીને લોટપોટ થઈ ગયા યુઝર્સ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અરે ભાઈ તમારા પેટમાં કેમ કેમ જશે આ પાણીપૂરી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બસ કરો ભાઈ…હવે અન્નનું અપમાન ન કરો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…