ઉદ્યોગપતિ Anand Mahindraએ વીડિયો શેર કરીને ભારત માટે કહી આ વાત, લોકોએ પોસ્ટ પર આપી આવી પ્રતિક્રિયા

વીડિયો શેયર કરતાં ઉદ્યોગપતિ મહિન્દ્રા (Anand Mahindra) એ લખ્યું, 'પાંચ પેઢીઓ એકસાથે, શું ઉપરવાળાના આશીર્વાદ છે! મારે જાણવું છે કે દુનિયામાં આવા કેટલા પરિવાર હશે, જેમને 5 પેઢીઓ એકસાથે રહેવાનું સૌભાગ્ય મળશે.

ઉદ્યોગપતિ Anand Mahindraએ વીડિયો શેર કરીને ભારત માટે કહી આ વાત, લોકોએ પોસ્ટ પર આપી આવી પ્રતિક્રિયા
Five Generation in one frame
| Edited By: | Updated on: Apr 11, 2022 | 12:39 PM

ઘણા ક્ષેત્રોની હસ્તીઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. પરંતુ કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓ છે જેઓ તેમના અનુયાયીઓ વચ્ચે તેમની રચનાત્મક અને રસપ્રદ પોસ્ટ માટે જાણીતા છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) તેમાંના એક છે. આ દિવસોમાં તેમનું એક ટ્વિટ (Anand Mahindra Tweet) ચર્ચામાં છે. તેણે એક વીડિયો શેયર કર્યો છે. જેમાં એક પરિવારની પાંચ પેઢીઓ એકસાથે (5 Generation Together) જોઈ શકાય છે. આ સાથે મહિન્દ્રાએ પણ એક સુંદર પોસ્ટ લખીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉદ્યોગપતિ મહિન્દ્રાની આ પોસ્ટ જોતા જ વાયરલ થઈ ગઈ છે. તેના ચાહકો આ પોસ્ટ પર સતત પોત-પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનું બાળક તેના પિતાને બોલાવે છે. આ પછી બાળકના પિતા પણ તેના પિતાને બોલાવે છે. પરિવારની પાંચ પેઢીઓ એક ફ્રેમમાં ન આવે ત્યાં સુધી આ ચક્ર ચાલુ રહે છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા આ વીડિયોથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તે કહે છે કે પાંચ પેઢી એક સાથે હોવી કોઈ વરદાનથી ઓછું નથી.

પાંચ પેઢીઓ એકસાથે

વીડિયો શેયર કરતાં ઉદ્યોગપતિ મહિન્દ્રાએ લખ્યું, ‘પાંચ પેઢીઓ એકસાથે, શું ઉપરવાળાના આશીર્વાદ છે! મારે જાણવું છે કે દુનિયામાં આવા કેટલા પરિવાર હશે, જેમને 5 પેઢીઓ એકસાથે રહેવાનું સૌભાગ્ય મળશે. જ્યાં માતા કે પિતા સાથે રહેતા હોય છે. ભારતમાંથી આવો વીડિયો જોવો ખૂબ જ આનંદદાયક રહેશે.આ વીડિયોને લોકો કેટલો લાઈક કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં 32 હજારથી વધુ લોકોએ પોસ્ટને લાઈક કરી છે. વીડિયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ સિવાય પણ ઘણા લોકોએ પોતાના ફીડબેક આપ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘સર, ક્યારેક અમારા ઘરે આવો અને અમારા પરિવારની પાંચ પેઢીઓ સાથે લંચ કરો.” એ જ રીતે, અન્ય એક યુઝરે એવો પણ દાવો કર્યો છે કે, તેમના પરિવારમાં પાંચ પેઢીઓ સાથે રહે છે. આ સાથે લખ્યું છે કે અખબારમાં તેના સમાચાર પણ પ્રકાશિત થયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Anand Mahindra Tweet: જૂગાડથી ટ્રેક્ટરને બનાવી દીધી જીપ, આનંદ મહિન્દ્રા પણ કારીગરી પર થયા ફિદા

આ પણ વાંચો:  આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો, એક બતકે સાંઢના ટોળાને પરસેવો વાળી દીધો, લોકોએ કહ્યું ‘એ બતક ઝુકેગા નહીં’