દિકરીની વિદાઈ પર પિતાએ ટપકાવ્યા મગરના આંસૂ, વિદાઈ દરમિયાન કરી આવી હરકત

હાલમાં લગ્ન સાથે સંબધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો એમ તો પહેલા ભાવુક લાગશે પણ પછી જે થાય છે તેને કારણે તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

દિકરીની વિદાઈ પર પિતાએ ટપકાવ્યા મગરના આંસૂ, વિદાઈ દરમિયાન કરી આવી હરકત
Funny Viral Video
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Jul 23, 2022 | 9:38 PM

લગ્ન બે વ્યક્તિઓ જ નહીં પણ બે પરિવારોને એક કરે છે. આપણે ત્યાં કોઈના પણ લગ્ન હોય, લોકો તેને એક ઉત્સવની જેમ ઉજવે છે અને તેમાં સામેલ થાય છે. લગ્નને લગતા અનેક વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. સોશિયલ મીડિયા (Social Media) પર તમે લગ્નના ડાન્સ, વરઘોડા, લગ્નની વિધી, વિદાય કે લગ્ન વચ્ચે થયેલા લડાઈના અનેક વીડિયો જોયા જ હશે. હાલમાં લગ્ન સાથે સંબધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો એમ તો પહેલા ભાવુક લાગશે પણ પછી જે થાય છે તેને કારણે તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

લગ્નની તમામ વિધિઓ હસીખુશીથી પૂરી થાય છે પણ અંતે સૌથી ભાવુક સમય આવે છે જ્યારે કન્યાની વિદાયનો સમય આવે છે. જેમાં તમામ લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. કન્યાના ઘરમાં બધાને રડતા જોઈને દરેકની આંખો ભરાઈ આવે છે, કહેવાય છે કે દીકરીઓ પોતાના પિતાની સૌથી નજીક હોય છે. તેથી જ પિતાનું વધુ ભાવુક થવું સ્વાભાવિક છે, પરંતુ આજકાલ પિતાનો જે વીડિયો વાયરલ થયો છે તે થોડો અલગ છે અને જોયા પછી તમે પણ કહેશો- ભાઈ! દીકરીના લગ્નમાં આવું કોણ કરે છે? આવા પિતા તમે ક્યારેય જોયા ના હશે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

ટ્વીટર પર @SabjiHunter નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે, આ વીડિયો સૌને મનોરંજન પૂરુ પાડી રહ્યો છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ,જ્યારે કન્યા પોતાના પિતાને ગળે લગાવીને રડી રહી છે, તે દરમિયાન પિતા પણ ભાવુક થઈ જાય છે અને રડવા લાગે છે, પરંતુ રડતી દીકરીએ પીઠ ફેરવતા જ પિતાનો રંગ બદલાઈ જાય છે. થોડા સમય પહેલા રડતા પિતા ખુશીથી નાચવા લાગે છે. આ જોઈ લોકો દંગ રહી જાય છે.પછી દીકરી પાછી ફરી કે તરત જ પિતા ભાવુક થઈ જાય છે. આ વીડિયો કયા સમયનો છે અને ક્યાનો છે એ જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો જોઈ ખુબ હસી પણ રહ્યા છે.