Viral Video: અહીં દેખાયું અતિ દુર્લભ સફેદ હોગ ડીયર, વીડિયો જોઈ લોકો થયા આશ્ચર્યચકિત

|

Jan 01, 2022 | 12:42 PM

હાલમાં જ આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાંથી એક દુર્લભ પ્રાણીનો વીડિયો સામે આવ્યો છે. અહીંના જંગલમાં દુર્લભ સફેદ હોગ ડીયર દેખાયું છે. સોશિયલ મીડિયા પર આ હરણનો એક વીડિયો પણ જોવા મળી રહ્યો છે.

Viral Video: અહીં દેખાયું અતિ દુર્લભ સફેદ હોગ ડીયર, વીડિયો જોઈ લોકો થયા આશ્ચર્યચકિત
Extremely rare white hog deer seen in Assam (PC: Twitter)

Follow us on

દરેક વ્યક્તિને દુર્લભ પ્રાણીઓ જોવાનું ગમે છે, પરંતુ સમસ્યા એ છે કે તેઓ ઘણી મુશ્કેલીથી જોવા મળતા હોય છે. તેની એક ઝલક મેળવવા માટે ઘણા ફોટોગ્રાફરોએ કેટલા દિવસ, કેટલી રાત જંગલમાં વિતાવી પડે છે. પરંતુ તેમની માત્ર એક તસ્વીર મેળવવા માટે તેમને ઘણી મહેનત કરવી પડે છે.

હાલમાં જ આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાંથી એક દુર્લભ પ્રાણીનો વીડિયો સામે આવ્યો છે. અહીંના જંગલમાં દુર્લભ સફેદ હોગ ડીયર (White Hog Deer) દેખાયું છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ હરણનો એક વીડિયો પણ જોવા (Viral Videos) મળી રહ્યો છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

તેનો વીડિયો ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે

આ હરણ કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળ્યું હતું. તેનો વીડિયો પણ ટ્વિટર (Twitter)પર શેર કરવામાં આવ્યો હતો. આ હરણને ‘આલ્બીનો હોગ ડીયર’ (Albino Hog Deer) કહે છે.

આ વીડિયોમાં સફેદ હોગ ડીયર બ્રાઉન હરણનો પીછો કરતા જોઈ શકાય છે. બીજા હરણ સાથે ચાલતી વખતે તે ઘાસની ગંધ લે છે. આ વીડિયોમાં પક્ષીઓનો અવાજ પણ સંભળાય છે.

આવું હરણ અગાઉ પણ જોવા મળ્યું છે

જોકે આ પહેલા પણ એક ફોટો ઈન્ટરનેટ પર સામે આવ્યો હતો. આમાં પણ સફેદ રંગનું દુર્લભ હરણ (Rare White Deer)જોવા મળે છે. આ ફોટો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા યુઝર્સે એમ પણ લખ્યું કે આવુ હરણ તેઓએ પહેલા ક્યારેય જોયું નથી.

આ હરણનો વીડિયો (Deer Viral video)પણ કેપ્ચર કરવામાં આવ્યો હતો. આમાં તે જંગલમાં જતું જોવા મળે છે. બાય ધ વે, શું તમે તમારા જીવનમાં ક્યારેય સફેદ રંગનું હરણ જોયું છે? જો જોયું હોય તો કમેન્ટ્સ કરી અમને જણાવો.

આ પણ વાંચો: Electric Vehicle: ભારતીય કંપનીએ કર્મચારીઓ માટે ખોલ્યું દિલ, ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે આપશે 3 લાખ રૂપિયા

આ પણ વાંચો: Vaishno Devi Temple: વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ, અત્યાર સુધીમાં 12 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ

Next Article