Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો

|

Jul 29, 2021 | 11:39 AM

દૂધસાગર ધોધ 310 મીટરની ઊંચાઈ અને 30 મીટરની સરેરાશ પહોળાઈ સાથે ભારતનો સૌથી ઊંચો ધોધ છે. ચોમાસાને કારણે કોંકણ અને ગોવાના ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે.

Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો

Follow us on

Dudhsagar Waterfall Train Video: ગોવાના દૂધસાગર ધોધ નજીકથી પસાર થતી એક ટ્રેન ભારે વરસાદને કારણે બંધ થઈ ગઈ હતી. રેલવે મંત્રાલયે શેર કરેલા એક વીડિયોમાં, ટ્રેન જ્યારે માંડોવી નદી પરના ધોધમાંથી મોટા પ્રમાણમાં પાણી શરૂ થયા બાદ થોભી જતાં જોવા મળી રહી છે.

દૂધસાગર વોટરફોલમાં વધતા પાણીનો પ્રવાહ રેલવે મંત્રાલયે (Ministry of Railways) શેર કરેલા વીડિયોમાં પણ જોઇ શકાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન, દૂધસાગર ધોધની ગતિ વરસાદને કારણે વધી જાય છે, પરિણામે પાણીની એક મોટી વાછટ આવે છે. આપને જણાવી દઈએ કે, દૂધસાગર ધોધની આજુબાજુનો વિસ્તાર ગીચ જંગલોથી ભરેલો છે અને ખૂબ જ સમૃદ્ધ જૈવ વિવિધતા (rich biodiversity) ધરાવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભગવાન મહાવીર અભયારણ્યમાં દૂધસાગર ધોધ છે સ્થિત
ભગવાન મહાવીર અભયારણ્યમાં દૂધસાગર ધોધ આવેલો છે અને તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તે જ સમયે, થોડા વર્ષો પહેલા, આ ધોધમાં પડવાના કારણે ઘણાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ત્યારબાદ, ગોવા સરકારે ધોધ વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે લોકડાઉન હોવાથી, પ્રવાસીઓ માટે દૂધસાગર ડેમ સુધી પહોંચવું અશક્ય લાગે છે.

ધોધની ઉંચાઈ 310 મીટર
દૂધસાગર ધોધ 310 મીટરની ઊંચાઈ અને 30 મીટરની સરેરાશ પહોળાઈ સાથે ભારતનો સૌથી ઊંચો ધોધ છે. તે જ સમયે, ચોમાસાને કારણે કોંકણ અને ગોવાના ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે અને ભારત હવામાન વિભાગ (IMD) એ પણ આગામી ત્રણ દિવસમાં સતત વરસાદની આગાહી કરી છે. મૌસમ વિભાગે એમ પણ કહ્યું હતું કે 30 અને 31 જુલાઇએ ખૂબ ભારે વરસાદની સંભાવના છે. આઇએમડી દ્વારા આ દિવસો માટે ઓરેંજ ચેતવણી જારી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો:  Maharashtra News: કેબીનેટની બેઠક વચ્ચે મંત્રી જયંત પાટીલની તબિયત બગડી, બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

આ પણ વાંચો: GANDHINAGAR : PM MODIએ સ્વીકાર્યું રાજ્ય સરકારનું આમંત્રણ, વધુ એક વાર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

Published On - 11:35 am, Thu, 29 July 21

Next Article