Video : નશામાં ભાન ભુલેલા કાકાએ આખી બજાર માથે લીધી, કાકાની હરકત જોઈને યુઝર્સે કહ્યુ ‘જુનિયર ખલી’

|

Nov 12, 2021 | 2:45 PM

જ્યારે કોઈ વ્યક્તિ નશામાં હોય ત્યારે તે હોંશ ગુમાવે છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.

Video : નશામાં ભાન ભુલેલા કાકાએ આખી બજાર માથે લીધી, કાકાની હરકત જોઈને યુઝર્સે કહ્યુ જુનિયર ખલી
drunk man video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું જોવા મળી જાય તે કંઈ કહી શકાય નહીં. કેટલીકવાર એવી વસ્તુઓ જોવા મળે છે જે જોઈને લોકોને ખુબ આશ્વર્ય થતુ હોય છે. કેટલાક એવા વીડિયો પણ છે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ બને છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને જોઈને બધા દંગ રહી ગયા છે. નશામાં ધૂત (Drunk Man) આ વ્યક્તિ જે હરકતો કરે છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

નશામાં કાકાએ કર્યુ કંઈક આવુ…
ઘણીવાર નશામાં વ્યક્તિ હોંશ ગુમાવી બેસે છે અને તેને કશું જ ભાન રહેતું નથી. આ વાયરલ વીડિયોમાં (Video) વ્યક્તિ સાથે પણ કંઈક આવું જ થયું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ નશામાં ધૂત છે અને દરવાજા પર માથું પછાડી રહ્યો છે. ક્યારેક હાથ વડે દરવાજો અથડાવે છે તો ક્યારેક માથા વડે. નવાઈની વાત એ છે કે તેઓ એક જ વસ્તુ વારંવાર કરી રહ્યા છે. આ કરતી વખતે, માણસને ખબર નથી હોતી કે તેનું કેટલું નુકસાન થઈ રહ્યું છે. આ કાકાની હરકત જોઈને યુઝર્સ(Users)  હસીને લોટ પોટ થઈ ગયા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જુઓ વીડિયો

વીડિયો જોયા બાદ કેટલાક લોકોનું કહેવું છે કે હવે તે દરવાજો તોડીને જ માનશે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.એક યુઝરે લખ્યુ ‘આનાથી જ દરવાજો તૂટશે’, બીજા યુઝરે લખ્યું, ‘ભાઈ તેટલો નશો કરો જેટલો સહન કરી શકાય’ આ સિવાય અન્ય એક યુઝરે (User) કહ્યું કે, ‘અત્યારે તે હોશમાં નથી, તેથી પીડા ખબર નહીં પડે, પરંતુ એકવાર તે હોશમાં આવી જાય, પછી જુઓ શું થાય છે’ આ સિવાય ઘણા તેને જુનિયર ખલી કહીને રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral : પાકિસ્તાનના આ ખેલાડીએ કેચ છોડીને જીત્યુ ભારતીયોનું દિલ, ચાહકોએ કહ્યું ‘મેન ઓફ ધ મેચ’

આ પણ વાંચો: Pond Cafe : આ કેફેમાં મહેમાનોએ બેસવું પડે છે માછલીઓ વચ્ચે, Viral થઇ રહ્યો છે Video

Next Article