જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ આટલા બધા કંજૂસ ? વિશ્વાસ ન થતો હોય તો જુઓ Video

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો લાસ વેગાસમાં દાન કરતી વખતે પૈસા ગણતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ટ્રમ્પ દાનપેટીમાં પૈસા નાખતા પહેલા ગણતા જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર "કંજૂસ પ્રેસિડેન્ટ" હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

| Updated on: Jan 07, 2026 | 4:03 PM

એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લાસ વેગાસમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ દરમિયાન US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દાન આપતા કેમેરામાં કેદ થયા.

ચર્ચની તેમની મુલાકાત દરમિયાન, દાન પેટી ફેરવવામાં આવી હતી હતી ત્યારે, ટ્રમ્પે તેમના પેન્ટના ખિસ્સામાંથી થોડા રૂપિયા કાઢ્યા. અને બાદમાં તેને ગણવા લાગ્યા. લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આટલો મોટો પ્રેસિડેન્ટ કંજૂસ હોય શકે? કે તેણે દાન કરવા માટે પણ પૈસા ગણવા પડે.

એટલે  જ આ વીડિયોમાં બધાનું ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે દાન આપતા પહેલા તેમણે નોટો ગણી હતી, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

ટ્રમ્પે નેવાડાના કાર્સન સિટીમાં એક રેલી પહેલાં તેમના ટોચના સહાયક હોપ હિક્સ, પ્રેસ સેક્રેટરી કાયલી મેકએનની અને ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનો સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ તો થઈ રમુજની વાત પરંતુ વિશ્વની ચર્ચાની વાત  કરવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ચિંતિત છે. જ્યારે દુનિયા વેનેઝુએલા વિરુદ્ધ તેમના પગલાંની ચર્ચા કરી રહી છે, ત્યારે ટ્રમ્પ આ પગલાથી ચિંતિત છે. હકીકતમાં, અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ પણ સમાચારમાં છે. દરમિયાન, ચૂંટણીઓ અંગે ટ્રમ્પની ચિંતા સ્પષ્ટપણે દેખાય છે.

2026 ની મધ્યસત્ર ચૂંટણીઓ અંગે, તેમણે કહ્યું છે કે જો રિપબ્લિકન પાર્ટી હારી જાય છે, તો તેમને મહાભિયોગ દ્વારા પદ પરથી દૂર કરી શકાય છે. તેથી, રિપબ્લિકનોએ આ ચૂંટણીઓ કોઈપણ કિંમતે જીતવી જ જોઈએ. જો આપણે હારી જઈએ તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે હાઉસ રિપબ્લિકન કોકસ રીટ્રીટ મીટિંગમાં આ ટિપ્પણી કરી હતી. તેમના ભાષણ દરમિયાન, તેમણે ભાર મૂક્યો હતો કે જો રિપબ્લિકન પાર્ટી નવેમ્બરમાં ગૃહ પર નિયંત્રણ જાળવી રાખવામાં નિષ્ફળ જાય છે, તો ડેમોક્રેટ્સ પાસે મહાભિયોગ માટે આધાર હશે અને તેમને પદ પરથી દૂર કરશે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD Vance ના ઘર પર થયું ફાયરિંગ, જાણો