Video : બીચ પર વોલીબોલ રમતો જોવા મળ્યો ડોગી ! વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ”યે તો ચેમ્પિયન હૈ”

|

Jan 22, 2022 | 1:10 PM

આ દિવસોમાં ડોગીનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં તે વોલીબોલ રમતો જોવા મળી રહ્યો છે.

Video : બીચ પર વોલીબોલ રમતો જોવા મળ્યો ડોગી ! વીડિયો જોઈને યુઝર્સ કહ્યુયે તો ચેમ્પિયન હૈ
Dog playing volleyball

Follow us on

Viral Video : કૂતરાઓની વફાદારી સાથે ‘સ્માર્ટનેસ’ વિશે પણ ચર્ચા થતી જોવા મળે છે. ભાગ્યે જ એવું કોઈ કામ હશે જે કૂતરા (Dog) ન કરતા હોય. રમવા અને દોડવાથી માંડીને માલિકો માટે બજારમાંથી કંઈક લાવવા કે તેમની સાથે બહાર ફરવા જતા જોવા મળે છે. કૂતરાઓ બધું જ કામ સારી રીતે કરે છે.તમે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા વીડિયો જોયા હશે, જેમાં કૂતરાઓ મસ્તીમાં રમતા જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય કૂતરાને વોલીબોલ રમતા જોયા છે ? જી હા તમને જાણીને આશ્વર્ય થશે, પરંતુ તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે.

કૂતરાની અદ્ભુત સ્કિલ

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બીચ પર ત્રણ લોકો વોલીબોલ (Volleyball) રમી રહ્યા છે અને તેમની સાથે એક કૂતરો પણ રમી રહ્યો છે. તેણે કૂતરાને પણ ખેલાડી તરીકે પસંદ કર્યો છે અને એક તરફ બે લોકોની ટીમ છે તો બીજી તરફ કૂતરાને સામેલ કરીને બીજી ટીમ બનાવવામાં આવી છે. જોકે કૂતરો પણ માણસોની જેમ જ વોલીબોલ રમી રહ્યો છે. જ્યારે પણ બોલ તેની પાસે આવે છે ત્યારે તે તેને સારી રીતે ફટકારે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે જે વ્યક્તિએ કૂતરા સાથે પોતાની ટીમ બનાવી છે, અંતે તે જ જીતે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જુઓ વીડિયો

મજેદાર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @DannyDeraney નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ 22 સેકન્ડના વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ ડોગી તો ઓલિમ્પિકના ખેલાડી જેટલો હોશિયાર છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ કૂતરો ભવિષ્યનો ચેમ્પિયન છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : લોકડાઉન લગાવવા આ ટેણિયાઓની અપીલ, ભણવાને લઈને એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ

Next Article