Viral Video : વરસાદમાં ફસાઇ કાર, શ્વાને પણ માર્યો કારને ધક્કો, વીડિયો જોઇ તમે પણ કહેશો વાહ !

|

Aug 11, 2021 | 12:15 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તા પર પાણી ભરાવાને કારણે તેની કાર ફસાઇ ગઈ હતી. તે જ સમયે, એક મહિલા નજીકમાં તેના શ્વાન સાથે ચાલી રહી હતી.

Viral Video : વરસાદમાં ફસાઇ કાર, શ્વાને પણ માર્યો કારને ધક્કો, વીડિયો જોઇ તમે પણ કહેશો વાહ !
સાંકેતિક તસ્વીર

Follow us on

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જ્યારે મુશ્કેલી આવે છે, ત્યારે માણસ જ માણસના કામે આવે છે. પરંતુ આ દિવસોમાં, સોશિયલ મીડિયા પર ફરતા વિડીયોમાં, એક શ્વાન માણસને મદદ કરતો જોઈ શકાય છે.

આ આશ્ચર્યજનક દ્રશ્ય તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જોવા મળ્યા હતા. બે મહિલાઓની કાર અહીં ધોધમાર વરસાદના પાણીમાં ફસાઈ ગઈ હતી. પછી એક શ્વાન અને તેની મહિલા ઓનર આગળ આવ્યા. કોઈએ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે, જે બાદ હવે તેની ચર્ચા થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તા પર પાણી ભરાવાને કારણે તેની કાર ફસાઇ ગઈ હતી. તે જ સમયે, એક મહિલા નજીકમાં તેના શ્વાન સાથે ચાલી રહી હતી. કારમાં ફસાયેલી બંને મહિલાઓ ગભરાઈ ગઈ હતી. પાણી તેની કમર સુધી પહોંચી ગયું હતુ અને તે કંઇ કરી શકતી ન હતી. આ સ્થિતિમાં મહિલાએ કારને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. તેની સાથે તેનો પાલતુ શ્વાન  પણ કારને ધક્કો મારવા લાગ્યો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રસ્તા પર પાણી એટલું હતું કે તે તરતો તરતો ધક્કો મારતો હતો. આ મહિલાનું નામ લૌરી છે અને તે ટ્રેન ડ્રાઈવર છે, જ્યારે તેના પાલતુ શ્વાનનું નામ પુક છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાની સાથે જ લોકોએ પ્રતિક્રિયા આપવાનુ શરુ કરી દીધું.

આ વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે આ ખરેખર અદભૂત દ્રશ્ય છે, જ્યારે અન્ય યુઝરે કહ્યું કે મને લાગે છે કે માનવીઓ અને પ્રાણીઓ વચ્ચે જુગલબંદીનું આનાથી વધારે સારુ ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે.

આ વીડિયો યુટ્યુબ પર Viral Vids નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે શેર પણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો :Viral Video: એક બીજાની જાનનાં દુશ્મન બન્યા બે વાધ, જંગની ત્રાડ સાંભળીને તમ પણ ફફડી ઉઠશો, સાંભળો LIVE

આ પણ વાંચો : Viral Video: પાંચમા માળથી પડી તો ગ્રીલમાં અટકી, વાળે બચાવી જીંદગી, જુઓ LIVE VIDEO

Next Article