Viral: કુતરા અને બિલાડીની દોસ્તી સોશિયલ મીડિયા પર છે હીટ, જૂઓ વાયરલ વીડિયો

આમ તો કૂતરો અને બિલાડી એકબીજાના જાણીતા દુશ્મન માનવામાં આવે છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરો અને બિલાડી સાથે મળીને મજેદાર રમત રમતા જોઈ શકાય છે.

Viral: કુતરા અને બિલાડીની દોસ્તી સોશિયલ મીડિયા પર છે હીટ, જૂઓ વાયરલ વીડિયો
Dog and cat friendship
| Edited By: | Updated on: Dec 29, 2021 | 6:47 AM

સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral Videos) થતા રહે છે. આ દિવસોમાં એક કૂતરા અને બિલાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે કૂતરો અને બિલાડી એકબીજાના દુશ્મન હોય છે, પરંતુ કલ્પના કરો કે જ્યારે આ બંને એક વીડિયો (Dog Funny Videos)માં સાથે જોવા મળશે ત્યારે તમને કેવું લાગશે. આ બંને પ્રાણીઓની મિત્રતાનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે દુશ્મની કરવી ખૂબ જ સરળ છે, પરંતુ મિત્રતા કરવા માટે જીગર હોવું જરૂરી છે. ભલે માણસો એકબીજા સાથે મિત્રતા કરવામાં અચકાવા લાગ્યા છે. પરંતુ પ્રાણીઓએ મિત્રતાનો અનોખો દાખલો બેસાડ્યો છે. કૂતરા અને બિલાડી વચ્ચેની દુશ્મનાવટ પેઢીઓથી માનવામાં આવે છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Dog Funny Viral Videos) થઈ રહેલા વીડિયો (Funny Viral Videos)માં એક કૂતરો અને બિલાડી એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે.

વાયરલ (Dog Viral Videos) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો આરામથી સૂઈ રહ્યો છે અને બે બિલાડીઓ તેની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. એવું લાગે છે કે આ બિલાડીઓ કૂતરા સાથે રમવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કૂતરાને રમવાનું બિલકુલ મન નથી. આ વીડિયો (Amazing Viral Videos)માં સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ કૂતરો તે બિલાડીઓને કોઈ નુકસાન નથી પહોંચાડી રહ્યો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર buitengebieden નામના ટ્વિટર (Twitter) યુઝરે તેના એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી 3.5 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તેમની દુશ્મની કરતાં તેમની મિત્રતા સારી છે.

જ્યારે અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘માણસોએ તેમાંથી શીખવું જોઈએ.’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું ‘ખૂબ જ સુંદર વીડિયો.’ આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સ છે જેમણે આના પર ફની કમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: Budh shanti puja: શું બુધ ગ્રહની નબળી સ્થિતિ સર્જી રહી છે સમસ્યા ? આજે જ અજમાવો બુધની શાંતિ માટેના આ સરળ ઉપાય

આ પણ વાંચો: Ahmedabad: AMC ના કમિશનર તરીકેનો લોચન સેહરાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું ‘હાલ કોવિડ મેનેજમેન્ટને પ્રાથમિકતા’