AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: AMC ના કમિશનર તરીકેનો લોચન સેહરાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું 'હાલ કોવિડ મેનેજમેન્ટને પ્રાથમિકતા'

Ahmedabad: AMC ના કમિશનર તરીકેનો લોચન સેહરાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું ‘હાલ કોવિડ મેનેજમેન્ટને પ્રાથમિકતા’

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 6:35 AM
Share

AMCના કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ લોચન સેહરાએ જણાવ્યું હતું કે, કોવિડ મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. ચાલો જાણીએ વિગત.

Ahmedabad: અમદાવાદના નવા કમિશનર લોચન સહેરાએ (Lochan Sehra) ચાર્જ સંભાળી લીધો છે. અમદાવાદ શહેરમાં જે પણ સમસ્યા છે, તેનું એક-એક કરીને સમાધાન કરવામાં આવશે. અમદાવાદ મનપા કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા લોચન સહેરાએ આ નિવેદન આપ્યું છે. AMC ના નવા કમિશનર લોચન સહેરાએ કહ્યું કે, અમદાવાદમાં કોરોનાના (Corona in ahemdabad) વધતા કેસને લઇને હાલ તેમનું ફોકસ કોવિડ મેનેજમેન્ટ પર છે.

નવા કમિશનરે કહ્યું કે કોરોના પર હાલ ફોકસ છે, તો ત્યારબાદ રખડતા ઢોર, સાબરમતી નદીમાં પ્રદૂષણ અને ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી થશે. તેમણે શહેરમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું.

જણાવી દઈએ કે એએમસીના નવા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા ગઈકાલે રિવરફ્રન્ટ હાઉસ પહોંચ્યા હતા. લોચન સહેરાએ કોર્પોરેશનના કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓ પ્રથમ બેઠક યોજવાના હતા. જણાવી દઈએ કે લોચન સહેરા શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના સચિવ હતા. તો મુકેશ કુમારની બદલી થતા લોચન સહેરાની કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન રાશિ 29 ડિસેમ્બર: કોઈ જૂનો રોગ ફરી થવાથી ચિંતા થઈ શકે છે, વિવાહિત જીવનમાં મધુરતા રહેશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ રાશિ 29 ડિસેમ્બર: તમે તમારી ચતુરાઈ અને સમજદારીથી કોઈપણ સમસ્યાને દૂર કરી શકશો, સ્વાસ્થ્ય નબળું રહેશે

g clip-path="url(#clip0_868_265)">