કુતરા અને ભેંસની ગજબની દોસ્તી ! ભેંસ પર સવાર થઈને કુતરાએ સફરની માણી મજા, જુઓ VIDEO

આજકાલ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કુતરા અને ભેંસની અનોખી દોસ્તી જોઈને તમે પણ દંગ રહી જશો.

કુતરા અને ભેંસની ગજબની દોસ્તી ! ભેંસ પર સવાર થઈને કુતરાએ સફરની માણી મજા, જુઓ VIDEO
Dog and Buffalo friendship video goes viral
| Edited By: | Updated on: Dec 26, 2021 | 1:05 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણી (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો ખુબ રમુજી (Funny Video) હોય છે, જે જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે. સામાન્ય રીતે તમે અત્યાર સુધી માણસ અને કુતરાની દોસ્તી વિશે સાંભળ્યુ હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ કુતરા અને ભેંસની દોસ્તી વિશે સાંભળ્યુ છે ? તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બન્યો છે. આ અનોખી સફર જોઈને તમને પણ હસવુ આવશે.

અનોખી દોસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એકસાથે ગાય-ભેંસનુ ટોળુ રોડ પર જોવા મળી રહ્યુ છે.પરંતુ રસપ્રદ વાત એ છે કે, એક ભેંસ પર એક કુતરો સવાર થયેલો જોવા મળી રહ્યો છે.આ કુતરાની (Dog) અનોખી સવારી જોઈને લોકો પણ હસીને લોટ પોટ થઈ ગયા.ત્યારે હાલ આ દોસ્તી લોકોના આકર્ષણનુ કેન્દ્ર બની છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર naughty world નામાન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.અત્યાર સુધીમાં આ વીડિયોને 80 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, કુતરા અને ભેંસની(Buffalo)  દોસ્તી જોઈને હું આશ્વર્ય ચકિત થઈ ગયો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, માણસ કરતા પ્રાણીઓ સારી રીતે દોસ્તી નિભાવે છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: MP: પરીક્ષામાં કરીના કપૂરના પુત્રનું નામ પૂછવામાં આવતા હંગામો મચ્યો, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ

આ પણ વાંચો: Funny Video : લગ્નમાં DJ ની ધૂનમાં કાકી ભુલ્યા ભાન, આ અનોખા ડાન્સ સ્ટેપ જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા